ટ્રોલિંગ / અભિષેક બચ્ચનને યુઝરે બેરોજગાર કહ્યો, એક્ટરે કહ્યું, જે કંઈ પણ કરું છું, તેને પ્રેમ કરું છું

bollywood actor Abhishek Bachchan is called ‘unemployed’ by a troll, actor’s response is dignity itself

Divyabhaskar.com

Nov 06, 2019, 11:14 AM IST

મુંબઈઃ અભિષેક બચ્ચન ટ્રોલર્સને કેમ બોલતા બંધ કરવા તે વાત સારી રીતે જાણે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે અભિષેકને બેરોજગાર કહીને તેની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અભિષેકે તેને જવાબ આપ્યો હતો.

પોસ્ટ શૅર કરી હતી
સોશિયલ મીડિયામાં અભિષેક બચ્ચને એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, મન્ડે મોટિવેશન... એક ઉદ્દેશ રાખો..એક લક્ષ્ય બનાવીને રાખો...કંઈ પણ અસંભવ, જેને તમે પૂરું કરવા ઈચ્છો છો, પછી દુનિયાની સામે સાબિત કરો કે આ અસંભવ નથી. અભિષેકના મેસેજ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું હતું, સોમવારના દિવસે ખુશ રહેનાર વ્યક્તિને તમે શું કહેશો? બેરોજગાર? ત્યારબાદ અભિષેકે આના પર જવાબ આપતા કહ્યું હતું કે ના, સહમત નથી. આપણે તેમને એવા લોકો કહીશું, જે કંઈ પણ કરે છે અને તેને જ પ્રેમ કરે છે.

યુઝર્સે સપોર્ટ કર્યો
અભિષેકનો જવાબ વાંચ્યા બાદ તેના ચાહકોએ તેનો ભરપૂર સપોર્ટ કર્યો હતો અને તેના વખાણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ એક ટ્વિટર યુઝરે અભિષેકને પૂછ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરતા ના હોવા છતાંય વેકેશન મનાવવાના પૈસા છે. કેવી રીતે? આના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે કારણ કે તે એક્ટિંગ તથા ફિલ્મ્સ પ્રોડ્યૂસ કર્યાં સિવાય પણ કેટલાંક બિઝનેસ કરે છે, જેમાંથી સ્પોર્ટ્સ એક છે. ઉલ્લેખનીય છે કે અભિષેક પ્રો કબડ્ડી લીગ ટીમ જયપુર પિંક પેન્થર્સનો માલિક છે અને ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ ચેન્નઈયન એફસીનો કો-ઓનર છે.

બે ફિલ્મ્સમાં જોવા મળશે
અભિષેક બચ્ચનની વર્ષ 2018મા ‘મનમર્ઝિયા’ રિલીઝ થઈ હતી. હવે, અભિષેક ‘ધ બિગ બુલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન છે અને ફિલ્મ 1990થી 2000 સુધીની સત્યઘટના પર આધારિત છે. આ ઉપરાંત તે અનુરાગ બસુની એક ફિલ્મમાં જોવા મળશે.

X
bollywood actor Abhishek Bachchan is called ‘unemployed’ by a troll, actor’s response is dignity itself
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી