તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Security Forces Demand Full Body Truck Scanner On Main Roads In The Valley After Nagarota Encounter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેના સજ્જ:નગરોટા એનકાઉન્ટર બાદ સુરક્ષાદળોની માગ, ખીણના મુખ્ય માર્ગો પર ફુલ બૉડી ટ્રક સ્કેનર જરૂરી

નવી દિલ્હી/જમ્મુ/પુલવામા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં નગરોટા એનકાઉન્ટર બાદ સુરક્ષાદળોએ મુખ્ય માર્ગોના નાકા પર ચેકિંગ માટે ફુલ બૉડી ટ્રક સ્કેનર લગાવવાની જરૂરિયાત જણાવી છે. સરકારી સૂત્રોએ રવિવારે કહ્યું કે ખીણમાં સફરજનની લણણીની સીઝનમાં કાશ્મીર અને પડોશી રાજ્યોના અન્ય ભાગો વચ્ચે મોટી સંખ્યામાં આવી ટ્રક સફરજન સપ્લાય કરે છે અને તેમનો ઉપયોગ આતંકીઓ, તેમના હથિયારો પહોંચાડવામાં થઇ શકે છે.

હાલ આવી ટ્રકોનું ચેકિંગ રેન્ડમલી સફરજનના બધા ડબ્બા ઉતારીને કરાય છે. આ રીતે બધી જ ટ્રકોનું ચેકિંગ કરવું શક્ય ન હોવાથી સુરક્ષાદળો ફુલ બૉડી ટ્રક સ્કેનિંગ મશીનોની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. નગરોટામાં ચોખા ભરેલી ટ્રકમાં બંકર બનાવીને બેઠેલા આતંકીઓ ગુરુવારે એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે એનકાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશના ચારેય આતંકીને પાક.માં કમાન્ડો ટ્રેનિંગ અપાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો