સુરત / વરાછામાં શરીરે દારૂની બોટલ બાંધીને નીકળેલી ત્રણ મહિલાઓ પાસેથી 516 બોટલ દારૂ ઝડપાયો

  • રિક્ષામાં જતી મહિલાઓ ઘનશ્યામનગર પાસેથી ઝડપાઈ ગઈ

Divyabhaskar.com

Dec 02, 2019, 06:56 PM IST

સુરતઃ દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર 1 પાસે રિક્ષામાંથી પોલીસે 3 મહિલાઓને 517 બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષાચાલક ફરાર

પરવત પાટીયા વિસ્તારમાં રહેતી 3 મહિલાઓ રિક્ષા(જીજે 5 એવાય 8400)માં દારૂ લઈને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી હતી. મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યાં હતાં. જેમાં 516 નંગ દારૂની બોટલ હતી જેની અંદાજીત કિંમત 25 હજાર 800 આંકવામાં આવી છે. સાથે જ મહિલા પોલીસ દ્વારા પકડાયેલી મહિલાઓની જડતી (અંગતપાસ) કરવામાં આવતાં મહિલાઓના શરીરી બાંધેલી 144 નંગ બાટલીઓ મળી આવી હતી. જેની કિંમત 7હજાર 200 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કુલ 33 હજારના દારૂ સાથે મહિલાઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર રિક્ષા ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

(નોંધઃ આરોપી મહિલાઓ હોવાથી તેના નામ ઠામ લખ્યા નથી.)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી