નેશનલ ડોક્ટર ડે / અમદાવાદમાં રક્તદાન કેમ્પ યોજી ડોક્ટર ડેની ઉજવણી, તબીબની રક્તતુલા કરવામાં આવી

X

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:46 PM IST

અમદાવાદ. આજે દેશભરમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે દેશભરમાં તબીબો કોરોના વોરિયર્સ બનીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરીને તેમને સાજા કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના રખિયાલ ખાતે પણ આ તમામ તબીબોના માનામાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી છે. મદદગાર પરિવાર દ્વારા ડોક્ટર ડે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ બેગોથી બ્લડબેન્ક રેડકોર્સના ડોક્ટરની રક્તતુલા કરવામાં આવી હતી. તેમજ રેડકોર્સની મેડિકલવાનના સ્ટાફનું ગુલાબના હાર થકી સન્માન કરવામાં આવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી