ભાસ્કર વિશેષ:માંગરોળ ઉમરપાડામાં બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની હડતાલને પગલે મજૂર વર્ગની હાલત અત્યંત કફોડી

વાંકલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની હડતાળથી રોજગારીથી વંચિત બનેલા શ્રમિકો. - Divya Bhaskar
બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગની હડતાળથી રોજગારીથી વંચિત બનેલા શ્રમિકો.
  • વિકાસ કામો બંધ થતાં મજૂર વર્ગ રોજગારીથી વંચિત બન્યા

માંગરોળ ઉમરપાડા તાલુકામાં બ્લેક સ્ટોન ક્વોરી ની હડતાલને પગલે મજૂરોની હાલત અત્યંત કફોડી બનવા ની સાથે સરકારને લાખો રૂપિયાનું નુકસાન અને વિકાસ કામો ઉપર માઠી અસર પડી છે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલ છે જેથી મજુર વર્ગને પણ મોટા પ્રમાણમાં રોજગારી મળે છે પરંતુ હડતાલ ને પગલે તાલુકામાં બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગમાં સન્નાટો છે બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગ ની વર્ષો જૂની 17 માગણીઓનું સરકારે નિરાકરણ નહીં કરતા 1લી મેના રોજ બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગ ના સંચાલકો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે.

પરંતુ પાંચ પાંચ દિવસનો સમય વિતવા છતાં બ્લેક સ્ટોન ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સૌથી ખરાબ હાલત સ્ટોન ક્વોરીમાં કામ કરતા મજૂર વર્ગની થઈ છે બીજા રાજ્યોમાંથી રોજી કમાવા આવેલા હજારો મજૂરો દયનીય સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ઘરે જવા માટે પૈસાની વ્યવસ્થા નથી તેઓ વહેલી તકે પોતાને રોજીરોટી મળે એ માટે સરકાર સ્ટોન ક્વોરી ના પ્રશ્નોનું નિરાકરણ કરે તેવી આશા રાખીને સતત પાંચ દિવસથી બેસી રહ્યા છે જ્યારે શહેર અને જિલ્લામાં સ્ટોન ક્વોરી ની હડતાલને પગલે મકાનો ના બાંધકામ અટકી પડ્યા છે તેમજ સરકાર દ્વારા કરવામાં આવતા અનેક વિકાસના કામો બંધ થયા છે.

મજૂરોના હિતમાં નિરાકરણ કરી રોજગારી શરૂ કરાવો
હું પરિવાર સાથે ઉત્તર પ્રદેશથી રોજગારી મેળવવા ગુજરાત આવ્યો છું અને હાલ બ્લેક સ્ટોન ક્વોરી મા કામ કરું છું છેલ્લા પાંચ દિવસથી અમે રોજગારીથી અમે વંચિત છે મારા બાળકો પરિવારનું ભરણ પોષણ કરવાનું મુશ્કેલ બન્યું છે હાલ વતનમાં જવાય તેવી કોઈ વ્યવસ્થા નથી ત્યારે ગરીબ મજૂર વર્ગના હિતમાં સરકાર પ્રશ્નોનું નિરાકરણ કરી અમને રોજગારી અપાવે તેવી અમારી આશા છે. > રમેશકુમાર મહેન્દ્રભાઈ, યુપી

અન્ય સમાચારો પણ છે...