• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Black board text accusing administrators kingdom in Naroda, Krishnanagar and Meghninagar police are partners in crime

અમદાવાદ / નરોડા, કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં વહીવટદારોનું રાજ, પોલીસ જ ગુનાખોરીમાં ભાગીદાર હોવાનો આરોપ લગાવતું બ્લેક બોર્ડનું લખાણ

Black board text accusing administrators kingdom in Naroda, Krishnanagar and Meghninagar police are partners in crime

  • નાના ચિલોડા રિંગરોડ પર બે દિવસ પહેલા જ નરોડા પોલીસ યુવકનો તોડ કરવા જતાં લોકો ગુસ્સે ભરાયા હતા
  • બે વહીવટદારોના નામ સાથેનું બોર્ડ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું.

Divyabhaskar.com

Feb 27, 2020, 11:31 AM IST
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બુટલેગરો અને અસામાજિક તત્વોને પોલીસ જ મદદ કરે છે. પૂર્વ વિસ્તારમાં આવેલું નરોડા પોલીસ સ્ટેશન અનેકવાર વિવાદમાં આવી ચૂક્યું છે. નરોડા પોલીસ અને તેના વહીવટદારોથી સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. પોલીસના વહીવટદારોના રહેમનજર હેઠળ બુટલેગરો બેફામ દારૂનો ધંધો ચલાવે અને ગુનાખોરી કરે છે. ત્યારે અમદાવાદના એક જાગૃત નાગરિકના નામે નર્મદા કેનાલના બ્રિજ પર એક બોર્ડ મારી અને દારૂનો ધંધો બુટલેગર નહીં પરંતુ પોલીસ જ કરે છે તેવું લખાણ લખ્યું હોવાનો ફોટો સોશિયલ મીડિયા ફરતો થયો હતો. નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બે વહીવટદારોના નામ લખી અને વહીવટદારોના ખેલ ખુલ્લા પાડ્યા છે.
PI, ACP અને DCPના ઉચ્ચ અધિકારીની રહેમરાહે દારૂનો વેપારનો આક્ષેપ
જાગૃત નાગરિકના નામે મારેલા બોર્ડમાં લખ્યું છે કે, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રુદ્રસિંહ અને ક્રિપાલસિંહ કૃષ્ણનગર, નરોડા અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો સાથે ભાગીદારી કરી પોલીસના વહીવટથી દારૂનો ધંધો કરે છે. ઠક્કરનગરમાં કાલુ મરાઠી અને સંદીપ ભૈયા છેલ્લા 3 વર્ષથી મહિને 35 લાખનું ભરણ આપે છે. દરરોજ 300 પેટી દારૂનું કટિંગ કરવામાં આવે છે. જેમાં નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI, ACP અને DCP તેમજ સેક્ટર 2ના ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂનો વેપાર ચાલે છે. રુદ્રસિંહના ગામમાં 150 વિઘા જમીન અને નરોડામાં 3 કરોડનો બંગલો છે. જો તેની તપાસ થાય તો રોડપતિમાંથી કરોડપતિ થવાનાં ખેલ જોવા મળે.
સોમવારે રાત્રે પોલીસેનો રૂપલલના મામલે હૂરિયો બોલાવ્યો હતો
છેલ્લા કેટલાય સમયથી નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ અને વહીવટદારની રહેમનજર હેઠળ હોટલ અને ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર ચાલે છે. બુટલેગરો બેફામ બની રિંગ રોડ પરથી દારૂની ગાડીઓ શહેરમાં લાવે છે. સોમવારે રાતે પણ રૂપલલનાના મામલે પોલીસ યુવકનો તોડ કરવા ગઈ હતી. જો કે લોકોએ પોલીસનો હુરિયો બોલાવી અને તેમને ખુલ્લા પાડ્યા હતા.
X
Black board text accusing administrators kingdom in Naroda, Krishnanagar and Meghninagar police are partners in crime

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી