રાજનીતિ / ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો જીતવાનું ભાજપનું ગણિત? શાહનું રાજીનામુ, સ્મૃતિનું નહીં

સ્મૃતિ ઈરાની અને અમિત શાહની ફાઈલ તસવીર
સ્મૃતિ ઈરાની અને અમિત શાહની ફાઈલ તસવીર

  • સ્મૃતિ ઈરાનીને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા નહિવત
  • જો સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ ન આપે તો 14 દિવસમાં બેઠક આપો આપ ખાલી થઈ જાય
  • કોઈ પણ સભ્ય એક સાથે બે હાઉસના સભ્ય પદે રહી શકે નહીં

divyabhaskar.com

May 29, 2019, 06:23 PM IST

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદઃ ગાંઘીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજીનામુ આપ્યું નથી. જેને પગલે સવાલ એ છે કે, અમિત શાહે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું પણ સ્મૃતિ ઈરાનીએ કેમ નથી આપ્યું?

સ્મૃતિ ઈરાનીને મંત્રી મંડળમાં સ્થાન મળવાનું હોત તો રાજીનામુ આપ્યુ હોત
આવતીકાલે મોદી મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાના સભ્યપદેથી અમિત શાહ સહિત ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા છે. પરંતુ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું નથી. તે જોતા એવો તર્ક ચાલી રહ્યો છે કે જો સ્મૃતિ ઈરાનીને મંત્રી મંડળમાં સ્થાન આપવાનું હોત તો તેમને પણ રાજ્યસભામાંથી રાજીનામુ આપવા કહેવામાં આવ્યું હોત. પરંતુ સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું નથી.

શું કહે છે બંધારણીય જોગવાઈ
આ અંગે પૂર્વ સંસદીય કાર્યમંત્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, 14 દિવસમાં લોકસભાના સભ્ય તરીકે એટલે કે સાંસદ તરીકેના શપથ લેતા પહેલા રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપવું પડે. જો રાજીનામુ ન આપે તો તે બેઠક આપોઆપ ખાલી થઈ જાય છે.

સ્મૃતિના શપથ લેવા સામે પ્રશ્નાર્થ

પરંતુ રાજ્યસભાના બે સભ્યો એવા અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભા પદેથી રાજીનામા આપી દીધા છે. જેથી તેઓ આવતીકાલે મંત્રી તરીકેના શપથ જોડાઈ શકે છે, પરંતુ સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યપદે હજુ સુધી ચાલુ હોવાથી તેના મંત્રીપદના શપથ અંગે પ્રશ્નાર્થ ઉભો થાય છે.

યુપીમાં પ્રિયંકા ગાંધી સામે પ્રભારી તરીકે ઉતારશે?
આ સિવાય એક બીજી પણ શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચા મુજબ, સ્મૃતિ ઈરાનીને મંત્રીપદ આપવાને બદલે જ્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની રચના થાય ત્યારે તેમને રાષ્ટ્રીય મહામંત્રી કે મંત્રી પદ આપીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવી શકે છે, કારણ કે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઉદય બાદ યોગીના સાથી તરીકે સ્મૃતિ ઈરાનીને ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પ્રભારી બનાવી શકે છે.

X
સ્મૃતિ ઈરાની અને અમિત શાહની ફાઈલ તસવીરસ્મૃતિ ઈરાની અને અમિત શાહની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી