નવી દિલ્હી / દેશભરમાં NRC લાગુ કરવું 2024 માટે ભાજપનો એજન્ડા

અમિત શાહની ફાઇલ તસવીર
અમિત શાહની ફાઇલ તસવીર

  • પક્ષના સૂત્રોએ કહ્યું- 2022 સુધીમાં તેનો અમલ થઇ શકે છે

Divyabhaskar.com

Nov 28, 2019, 12:16 PM IST
નવી દિલ્હી: ભાજપ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં દેશભરમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) લાગુ કરવા વિચારી રહ્યો છે. પક્ષ આને ગેમચેન્જર તરીકે જોઇ રહ્યો છે. 2022 સુધીમાં તેનો અમલ થવાની પણ અટકળો છે.
આસામમાં ઘણા લોકસભા ક્ષેત્રોમાં 3-4 લાખ મતદારો ઓછા થશે
સૂત્રોના કહેવા મુજબ, પક્ષને એવું લાગે છે કે રામમંદિરનો મુદ્દો ભાવનાત્મક રીતે મહત્ત્વનો છે પણ આગામી લોકસભા ચૂંટણીમાં તેના દમ પર તેને પર્યાપ્ત મતો કદાચ જ મળે. પક્ષનું માનવું છે કે એનઆરસી લાગુ કરવાથી તેને તેના કોર વોટર્સ સુધી પહોંચવામાં મદદ મળશે. સાથે જ ગેરકાયદે રીતે દેશમાં ઘૂસેલા લોકો મતદારયાદીમાંથી બહાર પણ થઇ જશે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પ્રસ્તાવમાં આસામને એવા રાજ્ય તરીકે ગણાવાઇ રહ્યું છે કે જ્યાં 17 લાખથી વધુ ગેરકાયદે મતદારોને મતદારયાદીમાંથી હટાવી દેવાયા. આનાથી ઘણા લોકસભા ક્ષેત્રોમાં 3-4 લાખ મતદારો ઓછા થશે, જેનો પક્ષને લાભ થશે. આસામમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એનઆરસીના ફાઇનલ ડ્રાફ્ટમાં 19 લાખથી વધુ લોકોનાં નામ નહોતાં. ભાજપ આસામમાંથી મળેલા ફીડબેકને એક વ્યૂહાત્મક પગલાં અંતર્ગત ગંભીરતાથી લઇ રહ્યો છે.
X
અમિત શાહની ફાઇલ તસવીરઅમિત શાહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી