મુંબઈ / ભાજપ BMCમાં શિવસેના સામે કોઈ ઉમેદવાર ઉતારશે નહીં, NCP-કોંગ્રેસે ટેકો આપવાની જાહેરાત કરી

મુંબઈ મહાનગર પાલિકા
મુંબઈ મહાનગર પાલિકા

  •  મુંબઈ મહાનગર પાલિકામાં 22મી નવેમ્બના રોજ મેયર પદ માટેની ચૂંટણી યોજાશે, વિધાનસભા ચૂંટણીને લીધે તારીખ લંબાવવામાં આવી હતી.
  • વર્ષ 2017માં ભાજપના સમર્થનથી શિવસેના વિશ્વનાથ મહાડેશ્વરે મેયર પદ પર જીત મેળવી હતી.

Divyabhaskar.com

Nov 19, 2019, 01:22 PM IST

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની 22મી નવેમ્બરના રોજ મેયર પદ માટે ચૂંટણી યોજાશે. ફેબ્રુઆરી, 2017માં ભાજપના સમર્થનથી શિવસેનાના ઉમેદવાર વિશ્વનાથ મહાડેશ્વરે જીત હાંસલ કરી હતી. વિશ્વનાથ મહાદેશ્વનો કાર્યકાળ સપ્ટેમ્બર, 2019ના રોજ પૂર્ણ થયો હતો. જોકે વિધાનસભા ચૂંટણીને લીધે તેમનો કાર્યકાળ નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.

મેયર પદ માટેની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ સોમવાર હતો. મુંબઈના નવા મેયર પદ પર BMCના સ્થાઈ સમિતિના અધ્યક્ષ યશવંત જાધવનું નામ સૌથી આગળ ચાલે છે.વિધાનસભા ચૂંટણી બાદ બ્રિગેડના સમીકરણને લીધે શિવસેના અને ભાજપ અલગ-અલગ થઈ ગયા હતા. ભાજપ નેતા આશિષ શેલારે કહ્યું હતું કે ભાજપ મુંબઈ મેયર પદ માટેની ચૂંટણી નહીં લડે, કારણ કે અમારી પાસે બહુમતિ નથી. અમે વિપક્ષી દળ સાથે કોઈ જ બાંધછોડ કરવા ઈચ્છતા નથી. વર્ષ 2022માં અમે બહુમતિ હાંસલ કરશું. કોંગ્રેસ અને NCP શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે આગામી મેયર પણ શિવસેનાનો જ હશે.


BMC માં પક્ષોની સ્થિતિ

BMC એ ગત ચૂંટણીમાં શિવસેનાના 84 સભ્યો ચૂંટણી જીત્યા હતા, જ્યારે ભાજપના 82 ઉમેદવારોને જીત મળી હતી. કોંગ્રેસના 31 સભ્યો જ્યારે NCPના 7 તથા સમાજવાદી પક્ષના 6 ઉમેદવારને જીત મળી હતી. બાદમાં 6 અપક્ષ સભ્યો શિવસેનામાં સામેલ થઈ ગયા હતા.

નિયમ પ્રમાણે મહારાષ્ટ્રના નગર નિગમોમાં એક મુદત એટલે કે પાંચ વર્ષ માટે બે મેયર પસંદ કરવામાં આવે છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના થાણે, પુણે અને નાસિક સહિત 27 નગર પાલિકામાં પણ મેયરની ચૂંટણી કરવામાં આવે છે. થાણેમાં જ્યાં મેયર પદ પર શિવસેના, ત્યારે પુણેમાં ભાજપનો કબ્જો છે. બન્ને જગ્યા પર આ પક્ષ એકબીજાનું સમર્થન કરી રહ્યા હતા.

X
મુંબઈ મહાનગર પાલિકામુંબઈ મહાનગર પાલિકા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી