ભાજપ / જે પી નડ્ડા 20 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, બાદમાં મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ નડ્ડા રાજ્યસભા સાંસદ છે.- ફાઈલ
ભાજપના કાર્યકારી અધ્યક્ષ નડ્ડા રાજ્યસભા સાંસદ છે.- ફાઈલ

  • નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જૂન 2019માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા
  • નડ્ડા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ હશે, તેમને લોકસભા ચૂંટણીમાં ઉતર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી

Divyabhaskar.com

Jan 17, 2020, 03:36 PM IST

નવી દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા 20 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. તે આ પદ માટે નોમિનેશન ભરશે. તેમની સામે કોઈ દાવેદાર નથી. સર્વ સહમતિથી આ પદ માટે તેમને ચૂંટવામાં આવશે. નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યલાયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. નડ્ડાને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ઉતર પ્રદેશની જવાબદારી સોંપી હતી. ત્યાં ભાજપે 80માંથી 62 સીટ પર જીત પ્રાપ્ત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત સમસ્ત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી, રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડાના નામનો પ્રસ્તાવ મૂકશે. નોમિનેશનની સમય સીમા પૂરી થવાની સાથે જ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં જે પી નડ્ડાના નામની જાહેરાત કરવામાં આવશે. પરંપરા મુજબ, ભાજપમાં અધ્યક્ષની ચૂંટણી સર્વસંમતિથી કરવામાં આવે છે. જોકે અધ્યક્ષના નામની જાહેરાતને લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.

અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ આજે પુરી થશે

છેલ્લા થોડા દિવસોમાં ભાજપના સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા કાર્યોમાં તેજી આવી છે. ચૂંટણી ઈન્ચાર્જ રાધામોહન સિંહની ટીમ મતદાતાનું લિસ્ટ પણ તૈયાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધ્યક્ષની ચૂંટણીની તૈયારી શુક્રવારે પુરી થશે. ચૂંટણી ઈનચાર્જ તે જ દિવસે ચૂંટણીની તારીખ પણ જાહેર કરશે. નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં સેક્રેટરી અને ઉપાધ્યક્ષના પદો પર પણ ફેરફાર થશે. જોકે જનરલ સેક્રેટરીના સ્તરે ફેરફારની શકયતા ઓછી છે.

નડ્ડા હાલ રાજ્યસભા સાંસદ અને સંસદીય બોર્ડના સેક્રેટરી

જે પી નડ્ડા રાજ્યસભાના સાંસદ છે. તે ભાજપના સંસદીય બોર્ડના સેક્રેટરી પણ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જૂન 2019માં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

X
ભાજપના કાર્યકારી અધ્યક્ષ નડ્ડા રાજ્યસભા સાંસદ છે.- ફાઈલભાજપના કાર્યકારી અધ્યક્ષ નડ્ડા રાજ્યસભા સાંસદ છે.- ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી