ઈનસાઈડ સ્ટોરી / શિવસેનાને ખુલ્લો પાડવાની શાહની નીતિ પર ભાજપ, મોદી-પવારની બેઠકમાં પટકથા તૈયાર થઈ 

BJP, Modi-Pawar screenplay prepared on Shah's policy to expose Shiv Sena

  • ભાજપની રણનીતિ અગાઉથી જ રાષ્ટ્રપતિ શાસન તરફ જવાની હતી, ભાસ્કરે 9મી નવેમ્બરના સમાચારમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
  • NCP તરફથી રાજ્યપાલને દિવસમાં જ એક પત્ર લખી રાષ્ટ્રપતિ શાસનનો સોનેરી મોકો આપ્યો તે સુઆયોજીત રણનીતિનો એક હિસ્સો હતો, અન્યથા પક્ષ સાંજ સુધી મુદત પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ શકતુ હતું.
  • લોકસભા ચૂંટણી સમયે NCPથી ભાજપના નૈતૃત્વના ગઠબંધનના સંકેત આપ્યા હતા, પરંતુ તેના બદલામાં શિવસેનાને NDA થી અલગ કરવાની શરતમુકી હતી.

Divyabhaskar.com

Nov 23, 2019, 12:53 PM IST

નવી દિલ્હી (ભાજપ કાર્યાલયથી સંતોષ કુમાર): મહારાષ્ટ્ર અને હરિયાણામાં સાથે મળી ચૂંટણી લડવા છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક રાજ્યમાં તાત્કાલીક ગઠબંધન સરકાર બનાવવા અને બીજા રાજ્યમાં મૌનભરી સ્થિતિ આપનાવવું તે પક્ષનો દૂરોગામી વિચાર હતો. પક્ષ તેમા પોતાને સફળ માની રહ્યો છે. ભાજપે તેની રણનીતિ અંતર્ગત શિવસેનાને ખુલ્લો પાડવા અને સમગ્ર ઘટનાક્રમ પર માત્ર નજર રાખવાની જ રણનીતિ પર કામ થયું હતું. શાહ જાતે જ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા અને તેમના નજીકના પ્રભારી મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ મુંબઈ-દિલ્હી અવર-જવર કરી રહ્યા હતા. શિવસેનાના વલણને જોતા ભાજપ નૈતૃત્વએ નક્કી કરી લીધુ હતું કે સત્તાને લઈ શિવસેના જેવા સમાન વિચાર વાળા પક્ષમાં સત્તાની ભૂખ કેવી છે તે જોવા
અને છતો કરવામાં આવે.

આ પ્રમાણે સરકારની રચનાને લઈ અંતિમ તારીખ સુધી શિવસેનાને માનવવા માટે સંદેશ મોકલવામાં આવ્યા. ત્યારબાદ 8મી નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામુ આપી દીધુ. ભાજપની રણનીતિ રાષ્ટ્રપતિ શાસન તરફ જવાનું હતું, જેનો ઉલ્લેખ ભાસ્કરે 9મી નવેમ્બરના રોજ કર્યો હતો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભા કાર્યકાળ પૂર્ણ થયા બાદ કાયદા હેઠળ પહેલા ભાજપ અને ત્યારબાદ શિવસેના, NCPને બોલાવી સરકાર બનાવવાની સંભાવનાને તપાસી હતી.

NCP એ રાજ્યપાલ પાસે સમય માગી ભૂલ કરી


ભાજપના નૈતૃત્વને સોમવારે રાત્રે એવો અહેસાસ થઈ ગયો હતો કે ત્રણ પક્ષોમાં સહમતિ બની ગઈ છે. તેઓ મિનિમમ કોમન પ્રોગ્રામ અંગે વાટાઘાટ કરવા સમય ઈચ્છતા હતા, પરંતુ NCP એ એક એવી ભૂલ કરી કે રાજ્યપાલ પાસે વધારે સમય માગી લીધો. ત્યારબાદ ફક્ત ત્રણ કલાકમાં જ રાજ્યપાલની ભલામણથી કેબિનેટની બેઠક અને રાષ્ટ્રપતિની સહી પણ થઈ ગઈ. NCP એવી આશા હતી કે જો રાજ્યપાલ સમય નહીં આપે તો પણ તેની પાસે રાતના 8 વાગ્યા સુધીનો સમય રહેશે, પરંતુ રાજ્યપાલે આ આધાર પર દિવસે જ કેન્દ્ર સરકારે ભલામણ મોકલી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલને દિવસમાં જ એક ચિઠ્ઠી આપી રાષ્ટ્રપતિ શાસનની તક એ ભાજપ-NCPની સુઆયોજીત રણનીતિનો એક હિસ્સો હતો, અન્યથા NCP સાંજ સુધી મુદત પૂર્ણ થાય તેની રાહ જોઈ શકે તેમ હતુ.

મોદી-શાહની બેઠકમાં તૈયાર થઈ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની તૈયારી

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી શરદ પવારની 40 મિનિટની બેઠક પણ સરકાર રચનાના સંકેત આપ્યા હતા. મોદી-પવારની મુલાકાત બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. સમગ્ર પૂર્વભૂમિકા આ બેઠકમાં તૈયાર થઈ હતી, પરંતુ મોદી-શાહે આ માહિતી ગુપ્ત રાખી હતી. NCP તરફથી અજીત પવાર ભાજપ તરફ તાલમેલ માટે આગળ વધ્યા હતા, શરદ પવાર આ માટે આગળ આવ્યા ન હતા. આ ફોર્મ્યુલા પર ઝડપથી કામ થઈ રહ્યું હતું. ભાજપ ઈચ્છતી હતી કે શિવસેના અને કોંગ્રેસ બન્નેને ખુલ્લા પાડવામાં આવે. આ માટે સત્તા સુધી પહોંચાડી અમિત શાહે શિવસેના-કોંગ્રેસને પરાસ્ત કર્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણીના સમયે પણ NCP સાથે ભાજપ ગઠબંધન કરવાના સંકેત આપ્યા હતા, પરંતુ તેણે NDA માંથી શિવસેનાને અલગ કરવાની શરત મુકી હતી. જોકે ભાજપે આ વાતનો ઈન્કાર કરી દીધો હતો. અલબત શિવસેનાના વલણથી સતત પરેશાન ભાજપને આ વખતે જે તક મળી તેમાં તેણે કોઈ જ વિલંબ કર્યો નહીં.

ભાજપની રણનીતિ શિવસેનાને આ 6 રણનીતિના આધાર પર ખુલ્લો પાડવાનો હતોઃ-

પહેલી-ભાજપે એવો સંદેશ આપ્યો કે છેલ્લી ઘડી સુધી તેને જનાદેશનું સન્માન કરી શિવસેનાને મનાવવાનો પ્રયાસ કર્યો અને શિવસેનાની માફક અન્ય વિરોધી વિચારધારા વાળા પક્ષો પાસે સમર્થન ન માગ્યું.

બીજુ- શિવસેના સત્તા માટે એટલું બેચેન છે કે તે વિરોધી વિચારવાળા પક્ષો સાથે પણ જવામાં પણ તેને કોઈ વાંધો નથી અને તે ગઠબંધનને મળેલા
જનાદેશનું અપમાન કરી રહ્યો છે.
ત્રીજુ-ભાજપનું માનવું હતું કે જો શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવી પણ લે તો કદાંચ વધારે સમય નહીં ચાલે. પરંતુ સંપૂર્ણ પાંચ વર્ષ પણ ચાલી તો આગામી ચૂંટણીમાં શિવસેનાનું NCP-કોંગ્રેસ સાથે ચૂંટણી લડવી અશક્ય હશે. આ સંજોગોમાં શિવસેના સંપૂર્ણપણે ઘેરાઈ જશે.
ચોથુ- ભાજપે પવાર સાથે વાતચીત કરતા પહેલા તેમના સંગઠનને ચૂંટણી માટે તૈયાર થવા માટે કહ્યું હતું. ખાસ કરીને શિવસેના જે બેઠકો પર જીતી છે, ત્યાં તે મજબૂતીથી કામ કરવા માટે કહ્યું હતું.

પાંચમીઃ- મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર બનાવી પણ લે છે તો પક્ષે સમગ્ર રાજ્યમાં પોલખોલ અભિયાન, મતદાતા સાથે છેતરપિંડી જેવા અભિયાન માટે તૈયારી કરી હતી.
છઠ્ઠીઃ- મહારાષ્ટ્રમાં શિવસેના સમક્ષ ઝુકવાથી અન્ય પ્રાદેશિક પક્ષો સાથેના ગઠબંધનને લઈ દબાણનો સામનો કરવો પડી શકે તેમ હતું, જેથી પક્ષના હાઈકમાન્ડે ફડણવીસની સરકાર રચવાની ફોમ્યુલાને બાજુ પર મુકી સંયમ રાખવાનું વલણ અપનાવ્યું. વર્ષ 2014માં શિવસેના જ્યારે ભાજપને આંખ દેખાડી રહ્યું હતું, ત્યારે NCP એ લઘુમતિ સરકારને વિધાનસભા ફ્લોર પર બચાવવાની જાહેરાત કરી હતી. આ વખતે ફડણવીસ આ દિશામાં આગળ વધવા માગતા હતા, પરંતુ શાહે શરૂઆતમાં સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જોકે પડદા પાછળ એવી પટકથા તૈયાર થઈ ગઈ હતી કે જાણે ભાજપે કંઈ જ કર્યું નથી.NCP પોતાની રીતે આવી અને શિવસેનાના અકડ વલણને લીધે ભાજપને સરકાર બનાવવી પડી.

X
BJP, Modi-Pawar screenplay prepared on Shah's policy to expose Shiv Sena
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી