રાજ્યસભા ચૂંટણી / ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, કોંગ્રેસ પ્રમુખનું ચોંકાવનારું નિવેદન

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ફાઈલ તસવીર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ફાઈલ તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 04:39 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી 4 બેઠકોની રાજ્યસભા ચૂંટણીને પગલે હાલ રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. શાખ બચાવવા મેદાને ઉતરેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ચોંકવાનારું નિવેદન આપતા કહ્યું કે, ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. અમે લોકશાહી બચાવવા લડી લઈશું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લડાઈ ચાલે છે, કોંગ્રેસમાં તાકાત હોય તો બે ઉમેદવાર ને ઉભા રાખે, કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
NCPના કાંધલ જાડેજા ભાજપને મત આપશે
5 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આજે પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે, NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપશે. આ પહેલા પણ તેમણે 2017 અને 2019 રાજ્યસભાની ચૂંટણીમા ભાજપને મત આપ્યો હતો.

X
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ફાઈલ તસવીરગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી