• Home
  • National
  • BJP did shameful job of endangering democracy in Maharashtra, Governor implemented Modi Shah orders: Sonia

નિવેદન / મહારાષ્ટ્રમાં ભાજપે લોકતંત્રને ખતમ કરવાનું શરમજનક કામ કર્યું, રાજ્યપાલે મોદી-શાહના આદેશો પર અમલ કર્યો: સોનિયા

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

  • સોનિયા ગાંધીએ કહ્યું- એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે મોદી-શાહની સરકાર શાલીનતાના મામલામાં દેવાળુ ફૂંકી ચૂકી છે
  • અત્યારે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. વિકાસનો રેટ ઘટી રહ્યો છે અને બેરોજગારી વધી રહી છે

Divyabhaskar.com

Nov 28, 2019, 03:59 PM IST

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ગુરૂવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે લોકતંત્રને નુકશાન પહોંચાડવાનું શરમજનક કામ કર્યું છે. તેમણે ભરપૂર કોશિષ કરી કે ત્રણેય પાર્ટી ગઠબંધનની સરકાર ન બનાવી શકે. આટલું જ નહીં, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે જ નિર્ણયો લીધા. સોનિયાએ એ પણ કહ્યું કે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવવાનો જે નિર્ણય કર્યો તે કોઇ રીતે સાચો ન કહી શકાય.

‘ ભાજપ વધુ આત્મવિશ્વાસમાં હતો’
તેમણે કહ્યું, ‘‘મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન એટલા માટે કાયમ ન રહી શક્યું કારણ કે ભાજપ ઘમંડ અને અતિઆત્મવિશ્વાસમાં રાચવા લાગ્યો છે. તેમણે અમારા ગઠબંધનને નુકશાન પહોંચાડવાની કોશિષ કરી. અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. ત્યારબાદ મોદી-શાહનો પર્દાફાશ થઇ ગયો. હું ખાતરી અપાવું છું કે ત્રણેય પાર્ટી એકસાથે મળીને ભાજપના ઈરાદાને નાકામ કરી દીધા. ’’ કોંગ્રેસની આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત હતા.

‘સરકાર સમસ્યાઓના સમાધાન શોધવામાં નાકામ’
સોનિયા ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું, ‘‘મોદી-શાહની સરકાર શાલીનતાના મામલામાં દેવાળુ ફૂંકી ચૂકી છે. રાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલમાં પણ કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. અત્યારે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. વિકાસ દર લગાતાર નીચે જઇ રહ્યો છે. બેરોજગારી વધી રહી છે અને રોકાણ પણ નથી થઇ રહ્યું. ’’

X
ફાઇલ ફોટોફાઇલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી