ચૂંટણી જંગ / રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસને એક એક એકડો જ ખૂટે છે, BTPના બે મત નિર્ણાયક બનશે

ડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી
ડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 08:43 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોના ચૂંટણી જંગમાં 5 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે, જેમાં ભાજપના 3 અને કૉંગ્રેસના 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે. પરંતુ આ ચૂંટણીના મતદારો એટલે કે ધારાસભ્યોનું પક્ષવાર સંખ્યાબળ જોવામાં આવે અને જીતવા માટેના મતની સંખ્યા જોવાય તો ભાજપના 3 અથવા કૉંગ્રેસના 2 ઉમેદવારને જીતાડવા માટે માત્ર 1 મત નું છેટું છે. આ ચૂંટણીમાં BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી)ના 2 મત પણ નિર્ણાયક સાબિત થાય એવી પુરી સંભાવના છે.

ભાજપને 105 મતની અને કોંગ્રેસને 70 મતની જરૂર
રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે હાલના સંખ્યાબળ પ્રમાણે 35 મત જોઈએ, જેમાં ભાજપ પાસે હાલ કુલ 103 મત છે, અને એક NCPનો મત ગણીએ તો મતોની સંખ્યા 104એ પહોંચે છે. પરંતુ ભાજપના ત્રણ ઉમેદવારને જીતવું હોય તો કુલ 105 મત જોઈએ, તેથી ભાજપને એક મત ખૂટે છે, તે જ પ્રમાણે કૉંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે કુલ 35×2 70 મત જોઈએ તેની સામે કૉંગ્રેસ પાસે આત્યારે 68 મત છે અને એક અપક્ષનો મત મળશે, જેથી મતની સંખ્યા 69 થાય છે. આમ કૉંગ્રેસને પણ બે ઉમેદવારને જીતાડવા 1 મત ખૂટે છે જ્યારે ભાજપને ત્રણ બેઠકો મેળવવામાં અને કૉંગ્રેસને બે બેઠકો મેળવવામાં 1-1 મત ખૂટી રહ્યો છે. જેથી BTPના 2 મત નિર્ણાયક બની શકે છે.

5 ધારાસભ્યના રાજીનામા બાદનું ગણિત અને સમીકરણ

BTPના બે ધારાસભ્યના મત નિર્ણાયક
વિધાનસભાની બેઠક= 175
રાજ્યસભાની એક સીટ જીતવા માટે જરૂરી મત=35
ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર
ભાજપ+(ભાજપ 103+ 1 NCP(જો સમર્થન આપે તો))= 104
કોંગ્રેસ+ (કોંગ્રેસ 68+1 જીગ્નેશ મેવાણી)= 69
કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ
કોંગ્રેસ પાસે 68 જ મત હોવાથી બન્ને ઉમેદવારને જીતાડવા એક મતની જરૂર
ભાજપને ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે 1 મતનો ખેલ પાડવો પડે

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 4 બેઠક અને 5 ઉમેદવાર, 26 માર્ચે મતદાન અને મતગણતરી
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. આ ફોર્મની 16 માર્ચે ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ 18 માર્ચ હતી. પરંતુ 18 માર્ચે એકપણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી. આમ હવે 4 બેઠક માટે પાંચ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. જ્યારે 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

X
ડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીડાબેથી ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન(ઉપર) અને કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી