મહારાષ્ટ્ર / ભાજપ-અજીત પવાર ફ્લોર ટેસ્ટ અંગે નિશ્ચિંત, ત્રણેય વિપક્ષને ધારાસભ્યો પક્ષ પલટો કરે તેની ચિંતા

શનિવારે સવારે શપથ ગ્રહણ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર- ફાઈલ
શનિવારે સવારે શપથ ગ્રહણ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર- ફાઈલ

  • ભાજપે તેના ધારાસભ્યો પર કોઈ નિયંત્રણ મુક્યું નથી, પરંતુ NCP-શિવસેનાએ તેના ધારાસભ્યોને હોટેલોમાં રાખ્યા છે
  • ભાજપને ફ્લોર ટેસ્ટમાં 170 ધારાસભ્યોનું સમર્થન મળવાનો વિશ્વાસ, અજીત પવારનું વ્હિપ માન્ય ગણાશે

Divyabhaskar.com

Nov 24, 2019, 06:06 PM IST

મુંબઈથી ચંદ્રકાંત શિંદેઃ મહારાષ્ટ્રમાં શુક્રવાર અને શનિવારે રોજ પોલિટીકલ ટ્રામા તેની ચરમસીમા પર પહોંચ્યુ હતુ. NCP, કોંગ્રેસ અને શિવસેનાએ તેમના ધારાસભ્યોને અલગ-અલગ સુરક્ષિત જગ્યા પર ખસેડી લીધા છે. આ ધારાસભ્યોને હોટેલોમાં રાખવામાં આવ્યા છે અને પક્ષના હાઈકમાન્ડ સતત તેમના સંપર્કમાં છે, જેથી કોઈ પણ ધારાસભ્ય પક્ષ પલટો ન કરે. ભાજપે તેના ધારાસભ્યો પર કોઈ જ નિયંત્રણ મુક્યું નથી. અલબત તેના એક ધારાસભ્યએ NCP પ્રમુખ શરદ પવારની પણ મુલાકાત કરી છે. અન્ય કેટલાક ધારાસભ્યો NCP ધારાસભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. ભાજપને ફ્લોર ટેસ્ટના સંજોગોમાં ફ્લોર મેનેજમેન્ટ મારફતે 170 ધારાસભ્યોનું સમર્થન મળે તેવો વિશ્વાસ છે. બીજીબાજુ અજીત પવાર ખુલ્લીને સામે આવી રહ્યા નથી, પરંતુ તેમના જૂથને વિશ્વાસ છે કે ટેકનિકલી રીતે ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં NCP ધારાસભ્યો તેમનું જ વ્હિપ માનશે.

શું ભાજપે શરદ પવાર પાસે ટેકો માગ્યો છે?
ભાજપના સંજય કાકડેએ શરદ પવારના ઘરે જઈને તેમની મુલાકાત કરી છે અને લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ સમયે ભાજપે પવાર પાસેથી સમર્થન માગ્યું છે. જોકે, બન્ને પક્ષે આ વાતની પુષ્ટી કરી નથી.

ભાજપ પાસે અજીત પવારનો પત્ર
શનિવાર સવારે શપથ ગ્રહણ સમયે અજીત પવાર સાથે રહેલા ધારાસભ્યો સાંજે શરદ પવાર સાથે જતા રહ્યા હતા.તેમ છતાં ભાજપ નેતાઓનું કહેવું છે કે અમે ફ્લોર ટેસ્ટમાં 170 આસપાસ ધારાસભ્યોનું સમર્થન મેળવી લેશું. અજીત પવારે અમને 54 ધારાસભ્યોના ટેકાનો એક પત્ર આપ્યો હતો. આ પત્ર અમારી પાસે છે. જે ફ્લોર ટેસ્ટ અને વ્હિપનો મૂળ આધાર રહેશે. શિવસેનાને જે અપક્ષ ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, તેઓ પણ અમારી સાથે આવી શકે છે.


અજીત પવાર જૂથને વિશ્વાસ, વ્હિપ તેમનું જ ચાલશે
અજીત પવારી જગ્યાએ જયંત પાટિલ NCP વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ બળવાખોર જૂથને વિશ્વાસ છે કે વ્હિપ જારી કરવાનો અધિકાર અજીત પવાર પાસે જ રહેશે. તેની પાછળનું કારણ એ છે કે ધારાસભ્યોની બેઠકમાં અજીત પવાર નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા. આ પત્ર રાજ્યપાલ પાસે અને વિધાનસભા ભવનમાં અગાઉથી જ પહોંચી ગયો છે. આ કારણથી ફ્લોર ટેસ્ટ સમયે વિધાનસભા અધ્યક્ષ અજીત પવારના વ્હિપને જ સમર્થન મળશે. અજીત પવાર જૂથનું કહેવુ છે કે જયંત પાટીલની પસંદગી ટેકનિકલી માન્ય નહીં હોય, કારણ કે NCP વિધાયક દળના નેતા પસંદગી સમયે
બેઠક અજીત પવારે નહીં પરંતુ પક્ષના અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવી હતી. અજીત પવારની આ બેઠકમાં ગેરહાજરી તેમના ફાયદામાં રહી શકે છે. શરદ પવાર જૂથમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આ રીતે ટેકનિકલ મુદ્દો સામે આવે તેવી સ્થિતિમાં કેવી રીતે સામનો કરવામાં આવે.


શિવસેનાના નેતા પણ NCP ધારાસભ્યો પર નજર રાખી રહ્યા છે
શરદ પવારે તેમના તમામ ધારાસભ્યોને એક ફાઈવ સ્ટાર હોટેલમાં રાખ્યા છે. અહીં શિવસેનાના નેતા પણ ઉપસ્થિત હતા, જેમને રાત્રી દરમિયાન NCP ધારાસભ્યો પર નજર રાખી હતી. શિવસેનાએ પણ તેમના ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટેલમાં મોકલી આપ્યા છે. કોંગ્રેસ પણ ઈચ્છતી નથી કે તેના ધારાસભ્યોમાં હોર્સ ટ્રેડિંગ થાય. આજે સવારે પણ શરદ પવાર હોટેલ ખાતે ધારાસભ્યોની મુલાકાત લીધી હતી.

X
શનિવારે સવારે શપથ ગ્રહણ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર- ફાઈલશનિવારે સવારે શપથ ગ્રહણ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર- ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી