• Home
  • National
  • Bill Gates: India's ability to grow rapidly in economy, it will eliminate people's poverty

નિવેદન / ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થઇ શકશે- બિલ ગેટ્સ

Bill Gates: India's ability to grow rapidly in economy, it will eliminate people's poverty

  • બિલ ગેટેસે ભારતની આધાર વ્યવસ્થા, નાણાકીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની પ્રશંશા કરી 
  • તેમના ફાઉન્ડેશનના કામકાજની સમીક્ષા કરવા માટે ગેટ્સ ત્રણ દિવસના ભારત પ્રવાસે છે
  • શુક્રવારે ગેટ્સ એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા

Divyabhaskar.com

Nov 17, 2019, 05:19 PM IST

નવી દિલ્હી: દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું કે ભારતમાં આગામી દાયકામાં ખૂબજ ઝડપથી આર્થિક વિકાસ કરવાની ક્ષમતા છે. તેનાથી લોકોની ગરીબી દૂર થઇ શકશે. તેના માટે સરકારને સ્વાસ્થ્ય અને શિક્ષામાં વધારે રોકાણ કરવું પડશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ગેટ્સે ભારતની આધાર વ્યવસ્થા, નાણાકીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની પ્રશંશા કરી હતી. ગેટ્સની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને લગભગ દરેક સેક્ટરમાં છેલ્લા અમુક સમયથી પછડાટ જોવા મળી રહી છે.

ગેટ્સે કહ્યું,“મને વર્તમાન સમયની વધારે ખબર નથી પરંતુ હું કહેવા માંગીશ કે આગામી દાયકો ભારતનો હશે આ દરમિયાન આ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે હકીકતમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે. ” તેમણે આધાર ઓળખ વ્યવસ્થાની પ્રશંશા કરતા કહ્યું, “ભારત એક ખૂબજ મહત્વપૂર્ણ સ્થાન છે જ્યાં ઉચ્ચ કક્ષાના ઇનોવેટર્સ મળે છે. દેશમાં આધાર અને યૂપીઆઇના માધ્યમથી સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને તેને વ્યાપક રીતે સ્વીકૃતી મળી છે. તેના ઘણા આશ્વર્યજનક પરિણામો જોવા મળ્યા છે. ”

ભારતીય ડિજીટલ પ્રણાલીને અન્ય દેશોમાં લાગૂ કરવા ઇચ્છું છું- ગેટ્સ
તેમણે કહ્યું, “હું નંદન નિલેકણી જેવી વ્યક્તિનો સહયોગ મેળવવા માંગુ છું. તેમણે ભારતમાં ડિજીટલ ઓળખના માધ્યમથી નાણાકીય સેવાઓ પ્રદાન કરી છે. હું એ શીખવા માંગુ છું જેથી અન્ય દેશોમાં તે લાગૂ કરી શકાય. જ્યારે લોકો ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ આઇટી સેવાઓ અને અહીં થયેલા ઉલ્લેખનીય કાર્યો વિશે વિચારે છે. માનવીય સ્થિતિમાં સુધાર ખૂબ ઓછો દેખાય છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો પ્રશંશનીય છે. ”

બિલ ગેટ્સની કુલ સંપત્તિ 110 બિલિયન અમેરિકન ડોલર
ગેટ્સ તેમના ફાઉન્ડેશનના કામકાજની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે. શુક્રવારે બિલ ગેટ્સએ એમેઝોનના જેફ બેઝોસને પાછળ કરીને દુનિયાની સૌધી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યું હતું. તેમની કુલ સંપત્તિ 110 બિલિયન અમેરિકન ડોલર(7.89 લાખ કરોડ) છે. ગેટ્સે અત્યાર સુધી અલગ અલગ દેશોમાં ગરીબીની દૂર કરવા અને સામાજિક વિકાસ કાર્યક્રમો માટે બિલ અને મેલિંડા ફાઉન્ડેશનને 35 બિલિયન અમેરિકન ડોલર્સથી પણ વધારેનું દાન આપ્યું છે.

X
Bill Gates: India's ability to grow rapidly in economy, it will eliminate people's poverty

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી