પ્રારંભ / બિહાર સરકારે સુરતથી 'ઈન્વેસ્ટ બિહાર' રોડ શો લોન્ચ કર્યો

બિહાર સરકારના મંત્રી અને અધિકારીઓની ટીમ
બિહાર સરકારના મંત્રી અને અધિકારીઓની ટીમ

  • સુરત બાદ અમદાવાદ, પૂણે અને મુંબઈમાં રોડ શો થશે

Divyabhaskar.com

Dec 05, 2019, 04:23 PM IST
સુરતઃ બિહાર સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળ ઈન્વેસ્ટ બિહાર આજથી(5 ડિસેમ્બર)થી ચાર શહેરોમાં ઈન્વેસ્ટમેન્ટ રોડ શો યોજી રહ્યું છે જેનો પ્રારંભ સુરતથી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં છઠ્ઠી ડીસેમ્બર, પૂણેમાં સાતમી ડિસેમ્બર અને મુંબઈમાં નવમી ડિસેમ્બરે રોડ શો યોજાશે. બિહારમાં રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. રોકાણ આમંત્રિત કરવા માટેના આ કાર્યક્રમ હેઠળ ફૂડ પ્રોસેસિંગ, આઈટી અને આઇટી એનેબલ્ડ સર્વિસીઝ, લેધર, ટેક્સટાઈલ, ટુરિઝમ, હેલ્થ કેર, રિન્યુએબલ એનર્જી, સ્મોલ મશીન મેન્યુફેક્ચરિંગ, પ્લાસ્ટિક એન્ડ રબર તથા ટેકનિકલ એજ્યુકેશન જેવા ક્ષેત્ર પર મુખ્ય ભાર મુકાશે. બિહાર સરકારના ઉદ્યોગ પ્રધાન શ્યામ રાજકીય આ કાર્યક્રમની આગેવાની કરશે.
X
બિહાર સરકારના મંત્રી અને અધિકારીઓની ટીમબિહાર સરકારના મંત્રી અને અધિકારીઓની ટીમ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી