• Home
  • Bollywood
  • TV
  • Bigg Boss 13 Zareen Khan Bashes Shefali Bagga For Body Shaming Rashami Desai & Personal Attack On Aarti Singh!

ગુસ્સો / ઝરીન ખાન ‘બિગ બોસ’માં રશ્મિ દેસાઈ-આરતી સિંહ પર પર્સનલ કમેન્ટ્સ કરનાર શૈફાલી પર ગુસ્સે થઈ

Bigg Boss 13 Zareen Khan Bashes Shefali Bagga For Body Shaming Rashami Desai & Personal Attack On Aarti Singh!
X
Bigg Boss 13 Zareen Khan Bashes Shefali Bagga For Body Shaming Rashami Desai & Personal Attack On Aarti Singh!

Divyabhaskar.com

Oct 04, 2019, 04:58 PM IST
મુંબઈઃ રિયાલિટી શો ‘બિગ બોસ 13’માં ટાસ્ક દરમિયાન શૈફાલી બગ્ગાએ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તથા આરતી સિંહ પર પર્સનલ કમેન્ટ્સ કરતી હતી, જેને લઈને તેને સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. હવે, બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાને શૈફાલી બગ્ગાને ખરુંખોટું સંભળાવ્યું છે.

શું બન્યું હતું?

1. શું કહ્યું ઝરીન ખાને?

ઝરીન ખાને ઈન્સ્ટા સ્ટોરીમાં શૈફાલીને લઈ કહ્યું હતું કે શૈફાલી, એક જર્નલિસ્ટ હોવાને કારણે તમારા ખભા પર જવાબદારી હોય છે પરંતુ લાગે છે કે તમે એક ગેમ માટે થઈને બધુ જ ભૂલી ગયા છો. શૈફાલી માત્ર રશ્મિની બોડીને લઈ કમેન્ટ્સ જ નથી કરતી પરંતુ આરતી સિંહની પર્સનલ લાઈફ પર પણ કમેન્ટ કરી હતી અને આ બધુ જ માત્ર એક ટાસ્કના નામ પર. વધુમાં ઝરીને કહ્યું હતું કે આ ઘણી જ દુઃખની વાત છે કે એ મહિલા અને ઈન્ટેલિજન્ટ વ્યક્તિ હોવા છતાંય તેણે બીજી મહિલાઓ સાથે આવું કર્યું. 

2. શું કર્યું હતું શૈફાલી બગ્ગાએ?

શૈફાલી બગ્ગાએ ‘બિગ બોસ’ના ઘરમાં ‘બિગ બોસ હોસ્પિટલ ટાસ્ક’ દરમિયાન આરતી સિંહ તથા રશ્મિ દેસાઈને એ હદે હેરાન કરવાના હતાં કે જેથી તેઓ ખુરશીમાંથી ઉભા થઈ જાય. શૈફાલીએ ટાસ્ક જીતવા માટે રશ્મિ દેસાઈની બોડી પર કમેન્ટ્સ કરી હતી. તેણે રશ્મિ દેસાઈની ઉંમર, લુક્સ તથા પ્રોફેશન પર સવાલ કર્યાં હતાં. ત્યારબાદ આરતી સિંહને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથેના સંબંધો અંગે સવાલ કર્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થ સાથેના લગ્ન પર સવાલ કર્યો હતો. આટલું જ નહીં શૈફાલીએ આરતીને સવાલ કર્યો હતો કે તેની અને સિદ્ધાર્થની વચ્ચે શું છે? તેમની લવ સ્ટોરીનું શું થયું? તે દુનિયાને આ અંગે જણાવે. શૈફાલીએ આરતીના ડિવોર્સ પર પણ સવાલ કર્યો હતો. શૈફાલીની આ વાત સાંભળીને આરતી ખુરશીમાંથી ઊભી તો ના થઈ પરંતુ રડવા લાગી હતી. જોકે, ટાસ્ક પૂર્ણ થયા બાદ શૈફાલીએ આરતી તથા રશ્મિની માફી પણ માગી હતી. 

3. થોડાં સમય પહેલાં ઝરીન ખાન પણ બોડી શેમિંગનો ભોગ બની હતી

થોડાં સમય પહેલાં ઝરીન ખાને બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં ઝરીન ખાનના પેટ પર કરચલીઓ જોવા મળી હતી. જેને લઈ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. ત્યારબાદ ઝરીન ખાને કહ્યું હતું આ એ લોકો માટે છે જે એ વાત જાણવામાં વધુ રસ ધરાવે છે કે મારાં પેટને શું થયું છે તો આ એક વ્યક્તિનું નેચરલ પેટ છે જેને 50 કિલો વજન ઘટાડ્યું છે. જ્યારે તેને ફોટોશોપ કે સર્જરીથી કરેક્ટ કરવામાં ન આવે ત્યારે તે આવું જ દેખાય છે. હું હંમેશાંથી એવા વ્યકતિમાંની એક છું જે રિયલ રહેવામાં અને પોતાની ખામીઓને છુપાવવા કરતા ગર્વથી દેખાડવામાં માને છે.’ 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી