Divyabhaskar.com
Oct 13, 2019, 11:24 AM ISTશું કહ્યું દલજીતે?
1. સલમાનને મળવું તે જ એચિવમેન્ટ છે
દલજીત ‘બિગ બોસ’ને પૂરી રીતે રિયલ શો માને છે. શોમાં જવાનો પોતાના ઉદ્દેશ અંગે દલજીતે કહ્યું હતું કે તે ‘બિગ બોસ’ના ઘરમાં જશે તો લોકો તેને ઓળખશે. તેના માટે મોટા કામ મેળવવા માટેનું આ સારું પ્લેટફોર્મ હતું. આ ઉપરાંત સલમાનને મળવું તે જ મોટું એચિવમેન્ટ છે. તેઓ ઘણાં જ સારા વ્યક્તિ છે. ઘરમાંથી નીકળ્યા બાદ સલમાને તેને કહ્યું હતું કે તે ઘણી જ સારી રીતે ગેમ રમી. સલમાને તેના વિશે સારી વાત કહી હતી, જે હંમેશાં તેને યાદ રહેશે. દલજીતે આગળ કહ્યું હતું કે તે દીકરા સાથે થોડો સમય પસાર કરશે અને આગળ સારા કામ કરવા ઈચ્છે છે.
2. ઘરના અનુભવો
દલજીતે કહ્યું હતું કે જે રિયાલિટી શો કરીને આવ્યા છે, તેમને ખ્યાલ છે કે આ ગેમ કેવી રીતે રમવાની છે અને કેવી રીતે દર્શકોની નજરમાં રહેવાનું છે. તે ડેઈલી સોપ કરતી હતી અને તેથી જ તેની પાસે સમય નહોતો કે તે આ પ્રકારના શો જુએ. તે ઘરમાં જેવી હતી, તેવી જ રિયલ લાઈફમાં પણ છે. જોકે, તેને એ વાતનો આનંદ છે કે ત્યાં જેટલાં પણ લોકો હતાં, તેમની સાથે તેના સારા રિલેશન બન્યા છે. ઘરમાં 100થી વધુ કેમેરા છે અને એક પણ ખૂણો એવો નથી, જ્યાં કેમેરો ના હોય, જેને કારણે સતત એક પ્રેશર રહે છે. ઘરમાં આટલા બધાની સાથે રહેવું, ઝઘડા થવા અને પછી તરત જ તેમની સાથે ડિનર કે લંચ લેવું સરળ નથી. તેને આ અનુભવ જીવનભર યાદ રહેશે. તે ઘરની બહાર રશ્મિ દેસાઈ, આરતી સિંહ તથા સિદ્ધાર્થ શુક્લાને મિસ કરશે.
3. કોણ બનશે વિનર?
દલજીતને જ્યારે પૂછવામાં આવ્યું કે શોનો વિનર કોણ બનશે? જેના જવાબમાં ટીવી એક્ટ્રેસે કહ્યું હતું કે તે સિદ્ધાર્થ શુક્લાને સશક્ત સ્પર્ધક માને છે. કારણ કે તે રિયલ તથા સ્ટ્રોંગ છે. જ્યારે તેની સાથે કોઈ ટાસ્ક હોય ત્યારે ખ્યાલ જ હોય છે કે તેની સાથે ઝઘડો કરવો પડશે. સિદ્ધાર્થ ઘણું જ ઓછું બોલે છે પરંતુ જેટલું બોલે છે, તેટલું સારું બોલે છે. તેને જે પસંદ ના આવે તે તરત જ કહી દે છે. તેની તથા સિદ્ધાર્થ વચ્ચે સારી મિત્રતા છે. શૈફાલી બગ્ગા, શહેનાઝ ગીલ તથા પારસ છાબરા ફૅક છે. તેઓ ઘરની અંદર એક નવું જ કેરેક્ટર પ્લે કરી રહ્યાં છે.