બિગ બોસ 13 / ત્રીજા અઠવાડિયે છ સ્પર્ધકો નોમિનેટ થયા, આ વખતે પણ બે સભ્યો એલિમિનેટ થશે

Bigg Boss 13 6 contestants nominated for eviction, Rashami gets emotional

Divyabhaskar.com

Oct 15, 2019, 03:45 PM IST

મુંબઈઃ રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’નું ત્રીજી અઠવાડિયું ચાલી રહ્યું છે. સલમાન ખાનનો આ શો ચાહકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજા અઠવાડિયે કોએના મિત્રા તથા દલજીત કૌર એલિમિનેટ થયા હતાં. હવે, ત્રીજા વીકમાં છ સ્પર્ધકો નોમિનેટ થયા છે, જેમાં રશ્મિ દેસાઈ, માહિરા શર્મા, અબુ મલિક, સિદ્ધાર્થ ડે, અસીમ રિયાઝ તથા પારસ છાબરાનો સમાવેશ થાય છે. ક્વીન દેવોલીના ભટ્ટાચાર્જી નોમિનેશનથી સુરક્ષિત છે.

આ વખતે પણ ડબલ એવિક્શન
ગઈ વખતની જેમ આ વખતે પણ ડબલ એવિક્શન થશે. નોમિનેટ થયેલા છ સ્પર્ધકોમાંથી એક છોકરી તથા એક છોકરો ઘરની બહાર નીકળશે. પહેલી વાર છોકરાઓના નામ નોમિનેશનમાં આવ્યા છે. નોમિનેશન પ્રક્રિયામાંથી સિદ્ધાર્થ શુક્લા સુરક્ષિત છે. આ અઠવાડિયે કોણ બે સ્પર્ધકો બહાર થશે, તે જોવું રસપ્રદ છે. છોકરીઓમાંથી માહિરા શર્મા તથા છોકરામાંથી અબુ મિલક નબળાં છે.

ત્રીજીવાર રશ્મિ દેસાઈનું નામ આવ્યું
રશ્મિ દેસાઈ સતત ત્રીજીવાર નોમિનેટ થઈ છે. નોમિનેટ થયા બાદ રશ્મિ દેસાઈએ અબુ મલિક સાથે આ અંગે વાત પણ કરી હતી. રશ્મિ દેસાઈ સતત ત્રીજીવાર નોમિનેટ થવાને કારણે નારાજ હતી. તેણે કહ્યું હતું કે એવું બિલકુલ નથી કે તે સ્ટ્રોંગ નથી. તેનો ચાહક વર્ગ ઘણો જ સ્ટ્રોંગ છે. આથી જ તે ઘરમાંથી જલ્દી બહાર નીકળવાની નથી. આ વાત કર્યાં બાદ રશ્મિ દેસાઈ રડી પડી હતી.

નોમિનેશન ટાસ્ક શું હતી?
નોમિનેશન ટાસ્ક ‘બીબી બેંક’માં યુવતીઓની બે ટીમ બનાવવામાં આવી હતી. ટીમ એમાં રશ્મિ દેસાઈ, માહિરા શર્મા તથા દેવોલીના ભટ્ટાચાર્જી તથા બી ટીમમાં શૈફાલી બગ્ગા, આરતી સિંહ તથા શહેનાઝ ગિલ હતાં. યુવતીઓને નોમિનેશનમાંથી બચાવવા માટે ઘરના છોકરાની ભૂમિકા મહત્ત્વની હતી. તમામ છોકરાઓને ચોક્કસ રકમ આપવામાં આવી હતી. આ રકમ ફીમેલ સ્પર્ધકોને નોમિનેશનમાંથી બચાવવા માટે આપવાની હતી. આ ટાસ્ક ટીમ બી જીતી જાય છે અને નોમિનેશનમાંથી સુરક્ષિત થાય છે.

X
Bigg Boss 13 6 contestants nominated for eviction, Rashami gets emotional

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી