તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ:5 માસ બાદ સાઈકલ પ્રોજેક્ટ શરૂ, 6 દિવસમાં 1967 લોકોએ ચલાવી, રાઈડ વખતે શોર્ટ કપડાં પહેરો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી સેન્ટ્રલ ઝોનમાં વધુ 275 સાઈકલો મુકાશે

કોરોનાને કારણે છેલ્લા 5 મહિનાથી બંધ પડેલો સાઈકલ શેરિંગ પ્રોજેક્ટને સુરત મહાનગર પાલિકા દ્વારા 10 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ કરાયો છે. અઠવાઝોનના 17 સ્ટેન્ડ પર 135 સાઈકલો મુકાઈ હતી. જેને શરૂ કરાયાના 6 દિવસની અંદર જ 1967 લોકોએ આ સાઈકલનો ઉપયોગ કર્યો છે. અગામી સોમવારથી સેન્ટ્રલ ઝોનના 17 સાઈકલ સ્ટેન્ડ પર 275 સાઈકલ મુકી ફરીથી શરૂ કરાશે. જોકે આ પબ્લિક શેરિંગ થતું હોઈ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. જેથી શેરિંગ સાઈકલનો ઉપયોગ કરતા પહેલા તેને સેનિટાઈઝ કરી સુરક્ષિત કરી શકાય તે અંગે વાંચો સિટી ભાસ્કરનો ખાસ અહેવાલ..

N-95 કે સર્જિકલ માસ્ક ન પહેરવું
} સાઈકલ રાઈડ કરતી વેળા શર્ટ કે ટીશર્ટની સ્લીવ સાઈકલને ટચ ન થાય તે માટે ફોલ્ડ કરવી જોઈએ. જેથી વાયરસ કપડાં પર લાગવાની શક્યતા ઓછી રહે. સાઇકલિંગ વખતે N-95 કે સર્જિકલ માસ્ક ન પહેરવા તેનાથી હવાની અવર-જવર થતી નથી. જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી આવી શકે છે. - ડો.ચિરાગ છતવાણી

ચલાવતી વખતે આટલું ધ્યાન રાખો
1) સાઈકલ બુક કરતા પહેલા સુરક્ષા માટે સેનિટાઈઝર સ્પ્રેથી હેન્ડલ અને લોક સેનિટાઈઝ કરી દેવા
2) રાઈડ કરતા પહેલા હેન્ડ ગ્લોવ્ઝ પહેરો અને ત્યારપછી જ હેન્ડલ અને લોકને ટચ કરો
3) ગ્રુપ સાઇકલિંગને બદલે સિંગલ રાઈડ કરવું જોઈએ
4) સાઈકલ રાઈડ કરતી વખતે માસ્ક ન પહેરવું જોઈએ, અને જો પહેરવું હોય તો માત્ર કોટનનું પહેરી શકાય જેથી હવાની અવર જવર થઈ શકે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો