વડોદરા / બગીખાના વિસ્તારમાં ભૂવો પડતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી, વિદ્યાર્થીઓ પણ અટવાયા

bhuvo in bagikhana ariya in vadodara

Divyabhaskar.com

Feb 15, 2020, 04:32 PM IST
વડોદરાઃ ભ્રષ્ટાચારથી ખદબદી રહેલી પાલિકા તંત્રની પોલ ફરીવાર ઉઘાડી પડી છે. વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી નવજીવન સ્કૂલની બાજુમાં ત્રણ રસ્તાના વળાંક પર આજે સવારે ભૂવો પડી જતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. આસપાસમાં શાળાઓ આવેલ હોવાથી વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી. આ વિસ્તારના કાઉન્સિલર બાળુભાઈ સૂર્વેને ભૂવો પડ્યો હોવાની જાણ થતાં જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને યોગ્ય પુરાણ નહીં થયું હોવાના કારણે ભૂવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે વિવિધ કંપનીઓના કેબલ વાયરો નાખવામાં આવતા હોવાના કારણે ભૂવો પડતો હોવાની પણ તપાસ થવી જોઈએ તેમજ તાત્કાલિક તંત્રએ આ ભૂવો પુરાવો જોઈએ અને વિસ્તારમાં અન્ય જગ્યાઓ પર પણ ભૂવાઓ ના પડે તેની પણ તકેદારી રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું.
X
bhuvo in bagikhana ariya in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી