તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:તુલસીધામ ચાર રસ્તા પંપિંગ સ્ટેશનમાં જતી લાઇન પર ભૂવો પડતાં હાલાકી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે પડેલા ભૂવા રિપેરિંગની કામગીરી આખી રાત ચાલી

માજલપુર પંપિંગ સ્ટેશનથી તુલસીધામ ચાર રસ્તા પંપિંગ સ્ટેશનમાં જનારી મુખ્ય લાઇન પર શનિવારના રોજ ભૂવો પડ્યો હતો. મોડી રાત્રે મરામતની શરૂ કરાયેલી કામગીરી આખી રાત ચાલી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, માંજલપુર પંપિંગ સ્ટેશનથી તુલસીધામ ચાર રસ્તા પંપિંગ સ્ટેશનમાં જનારી મુખ્ય લાઇન પર ભૂવો પડવાના કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા ઊભી થઇ છે. ભૂવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં ન આવે તો હજારો નાગરિકોને ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન નડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, 6 મીટર ઊંડી ડ્રેનેજ ચેમ્બર કોલોપ્સ થઈ ગઈ છે.

રિપેરિંગ કરવા પંપિંગ સ્ટેશન બંધ કરવામાં આવે તો 200થી 300 સોસાયટીઓના 20 હજાર લોકોને ડ્રેનેજ ઊભરાવાની સમસ્યા ઊભી થાય તેમ છે. આ અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે મોડી રાત્રે કામગીરી પૂરી કરવા માટેની સૂચના પણ અપાઈ છે, જેથી લોકોનાં ઘરોમાં ડ્રેનેજ ઊભરાવાની સમસ્યા ઊભી ન થાય. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને માંજલપુર પંપિંગ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા જણાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે સવારે છ વાગ્યા સુધી ચાલી હતી. લીકેજ બંધ કરીને રિપેરિંંગ કામ પૂરું કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો