તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શોધખોળ:ભૂપત ભાંગી પડ્યો, બેડીની 1 એકર 17 ગુંઠા જમીન પાછી આપી દેવા તૈયાર થયો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો સુધી પોલીસની મિત્રતાના નામે લોકોને લૂંટનાર બાબુતર ‘કબૂતર’ની જેમ ફફડ્યો
  • ભૂપત બે દિવસના રિમાન્ડ પર, રાજુ ગોસ્વામી, રાકેશ પોપટ સહિતના ભૂગર્ભમાં ઉતરી ગયા

ભૂમાફિયા ભૂપત બાબુતર અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે સૂત્રધાર ભૂપતનો જેલમાંથી કબજો મેળવ્યા બાદ બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. ભૂપતે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બેડીની 1 એકર 17 ગુંઠા જમીન પોતે પરત આપી દેવા તૈયાર છે. પોલીસના નામે શેખી જમાવનાર ભૂપત બાબુતર પોલીસની લાલ આંખ થતાં ‘કબૂતર’ની જેમ ફફડવા લાગ્યો હતો. પોલીસે રાજુ ગોસ્વામી અને રાકેશ પોપટ સહિતનાઓની શોધખોળ શરૂ કરી હતી. હત્યા, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં અગાઉ સંડોવાયેલા અને પોલીસના મિત્ર તરીકેની છાપ ઉપસાવી નિર્દોષ લોકોને દંડતા ભૂપત વિરમ બાબુતર અને તેના સાગરીતોએ બેડીના રમેશભાઇ અજાણીની જમીન પચાવી પાડી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રમેશભાઇ અજાણીએ આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાંદીના વેપારી રાજુ ગોસ્વામી, તેના ભાઇ હિતેષ ગોસ્વામી, મુકેશ ઝાપડા, ભૂપત વિરમ બાબુતર અને રાકેશ પોપટ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ અગાઉના ગુનામાં જેલમાં રહેલા ભૂપત બાબુતરનો ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ એસ.વી.સાખરા સહિતના સ્ટાફે કબજો મેળવ્યો હતો. રવિવારે પોલીસે આરોપી ભૂપતને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. પોતાની ઓફિસે પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને લુખ્ખાઓને બોલાવીને સામાન્ય નાગરિકો પર રોફ જમાવતો ભૂપત પોતાને પોલીસ મિત્ર તરીકે ઓળખાવતો હતો,

પરંતુ ગુનો નોંધાયા બાદ ભૂપતની પોલીસ કમિશનર કચેરીના લીમડે જે રીતે સરભરા થઇ હતી તે સરભરા પછી ભૂપતને વાસ્તવિક્તાનું ભાન થયું હોય તેવો ઘાટ સર્જાયો છે.ધરપકડ બાદ ભૂપત પોલીસ સમક્ષ ફફડતો જોવા મળ્યો હતો, ભૂપતે કબૂલાત આપી હતી કે, બેડીની 2 એકર જમીન તેણે ખરીદ કરી હતી અને વધારાની 1 એકર 17 ગુંઠા જમીન પર કબજો જમાવ્યો હતો, જોકે કબજો જમાવેલી જમીન પરત આપી દેવા તૈયાર છે અને આ માટેનું લખાણ કરી આપવાની પણ તેણે આજીજી કરી હતી. પોલીસે ભૂપતની વિશેષ પૂછપરછ ચાલુ રાખી હતી તેમજ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલા રાજુ ગોસ્વામી, હિતેષ ગોસ્વામી અને રાકેશ પોપટની શોધખોળ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો