તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:ભુજની મુન્દ્રા રિલો. સાઈટમાં નળ વાટે મળ્યા મેટા પાણી

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારાપર પાણી યોજનાના ફિલ્ટર પ્લાન્ટમાં ક્ષતિ
  • પાલિકા દ્વારા અપાતું પાણી પીવામાં ઉપયોગી નથી
  • વાસણ અને કપડા પણ ધોવાતા નથી

ભુજની મુન્દ્રા રિલોકેશન સાઈટમાં અલગ અલગ વિશાળ વસાહતો છે. જેમને ભારાપર પાણી યોજના હેઠળ બનેલા બોરમાંથી પીવાનું પાણી અપાય છે. પરંતુ, કાયાવાળું પાણી મળે છે, જેથી ફિલ્ટર પ્લાન્ટ નખાયો છે. આમ છતાં અવારનવાર અશુદ્ધ પાણી મળે છે. બુધવારે પણ નળ વાટે કાયાવાળું પીળું પાણી મળતા મહિલાઓએ વ્યથા ઠાલવી હતી કે, પીવાતું નથી, કપડા અને વાસણ પણ ધોવામાં ઉપયોગ કરી શકતા નથી.

ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય અને ડ્રેનેજ બ્રાંચે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ શાસક પક્ષને નીચા બતાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. સતત ચાલતી રાખવાની પ્રક્રિયામાં કાર્યનિષ્ઠાનો અભાવ છે, જેથી અવારનવાર ત્રાસદાયક સ્થિતિ પેદા થાય છે. ઈજનેરો દર વખતે અલગ અલગ કારણો આપી જવાબદારીમાંથી આસાનીથી છટકી જાય છે. નગરસેવકો સ્થળ ઉપર જઈ તપાસ કરતા નથી.

બુધવારે મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતોમાં કાયાવાળું પાણી આવ્યું હતું, જેથી વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર ભાવિક ઠક્કરને સાંજે કોલ કરી હકીકત જાણવા કોશિશ કરી હતી. પરંતુ, તેઓએ એ વાતે અજાણ હોવાના નાટક કર્યા હતા. જોકે, એ વિસ્તારના નગરસેવક અને સેનિટેશન સમિતિના ચેરમેન અશોક પટેલે વાસ્તવિક જણાવી કહ્યું હતું કે, બપોરે ઈજનેર ભાવિક ઠક્કરને ફોટા મોકલી વાકેફ કર્યા હતા, જેથી એમણે જણાવ્યું હતું કે, ટાંકાના તળિયામાંથી નીકળતી લાઈન બદલાવી હતી. જે કામગીરીમાં ટાંકો ખાલી કર્યો હતો. કામગીરી પૂરી થતા ટાંકામાં બોરના પાણી નાખ્યા, જેથી તળિયામાં જમા થયેલી રેતી પાણીમાં ભળતા પાણી મેટા થયા હશે. જોકે, ઈજનેર ભાવિકે નગરસેવક અશોક પટેલને આપેલો જવાબ ગળે ઊતરે એવો નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો