તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bhuj Municipality Transferred The Property Without The Knowledge Of The Owner, Alleging That The Entire Chapter Came To Light Under The Right To Information Act.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલકત ટ્રાન્સફર:ભુજ નગરપાલિકા એ માલિકની જાણ બહાર મિલકત ટ્રાન્સફર કરી નાખી, માહિતી અધિકાર હેઠળ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યાનો આક્ષેપ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મુખ્ય અધિકારીએ અંજામ આપ્યાની શંકા વ્યક્ત કરાઈ

ભુજમાં વોર્ડ નંબર 11માં રાધા નરેન્દ્ર વિંઝોડાની મિલકત નંબર 623 અને 629 છે. જે તેમની જાણ બહાર અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. એવું જણાવતા જાગૃત નાગરિક સહેજાદ એ સમાએ આક્ષેપ કર્યો છે કે, મુખ્ય અધિકારી, ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અને તેમના મળતીયાઓ દ્વારા અંજામ અપાયો છે. જે સમગ્ર પ્રકરણ માહિતી અધિકારી હેઠળ પ્રકાશમાં આવ્યો છે.

જાગૃત નાગરિકે રાજકોટની પ્રાદેશિક કમિશ્નર, કલેકટર અને પ્રાંત અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર પ્રકરણ દબાવવા અને જાહેર ન થાય એવી રીતે ફરીથી મૂળ કબજેદારના નામે કોઈપણ આધાર વગર ટ્રાન્સફર પણ કરી દેવાઈ છે.એટલું જ નહીં પણ જવાબદારો દ્વારા સામાન્ય રિપોર્ટ લઈને ખોટી વહીવટી પ્રક્રિયા કરી ઢાંક પિછોડો કરાયાને કારણ મળે છે. જે બાબતે માહિતી માંતા સમગ્ર પ્રકરણ રફેદફે કરવા ભૂલ થયાનું ગતકડું કરાયું છે, જેથી સમગ્ર પ્રકરણ શાંત થઈ જાય.

જવાબદારો સામે પગલા શા માટે નહીં જાગૃત નાગરિકે વધુમાં જણાવ્યું છે કે, નામ ટ્રાન્સફર ઈરાદાપૂર્વક થયાનું માની શકાય અેવા પૂરતા કારણો છે. પરંતુ, ભુજ નગરપાલિકાએ જવારદારો સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેથી શંકાની સોય તંકાય એ સ્વાભાવિક છે.

નાગરિકો સાવધ રહેજો જાગૃત નાગરિકે જાહેર જનતાને ચેતવતા ઉમેર્યું હતું કે, નાગરિકો સાવધ રહેજો. ભવિષ્યમાં તમારી મિલકત તમારી જાણ બહાર બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે છે. કેમ કે, જવાબદારો સામે પગલા ભરવામાં આવ્યા નથી, જેથી આવા કૃત્યને પ્રોત્સાહન મળે છે.

ચલણના આધારો ઊભા કરાયા જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે, મિલકત 2019ની 30મી મેના ટ્રાન્સફર થઈ હતી. રિપોર્ટ 2019ની 7મી સપ્ટેમ્બરે થયો. કોઈએ 2019ની 2જી ઓગસ્ટે માહિતી માગતી અરજી કરતા પ્રકરણ દબાવાયું. એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. વસુલાતી કલાર્ક દ્વારા નગરપાલિકામાં જમા કરાવેલા ચલણ પણ માત્ર બે પહોંચ પૂરતા અને બિનઅધિકૃત વસુલાત થયાનું જણાવે છે. જો 2019ની 30મી મેના બિનઅધિકૃત વસુલાત માનવામાં આવી હોય તો તે જ દિવસે આવો સુધારો કરજો જોઈએ. પરંતુ, આર.ટી.આઈ.માં વિગતો મંગાતા પાછળથી ચલણના આધારો ઊભા કરવામાંઆવ્યા છે. પરંતુ, અહીં સવાલ એ છે કે, આવી રકમ કોણ ભરી. જે તપાસનો વિષય પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો