તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ભેજાબાજ દીપક મિસ્ત્રીએ વૃદ્ધને રૂા.13.24 લાખનો ચૂનો ચોપડ્યો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી દીપકે એક એનઆરઆઇ અને રિક્ષા ચાલક સાથે પણ ઠગાઈ કરી
  • આવાસના નામે ઠગાઇ : જૂના બે ઠગ પકડાયા તો વધુ એક નવો ફૂટી નીકળ્યો

પાલિકા દ્વારા ડ્રો કરીને ગરીબ અને જરૂરિયાતમંદોને આવાસોની ફાળવણી કરાતી હોવા છતાં આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને ભેજાબાજો દ્વારા લોકોને ઠગવામાં આવી રહ્યા છે. મંગળવારે 3.80 લાખની ઠગાઈ બદલ ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે બુધવારે 13 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી હતી.

લક્ષ્મીપુરા રોડ પર રહેતા વૃદ્ધને ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોમાં મકાન અપાવવાના બહાને ભેજાબાજે 13.24 લાખની છેતરપિંડી આચરી હોવાની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભેજાબાજે એક એનઆરઆઇને પણ શિકાર બનાવ્યો હોવાનું સામે આવતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. લક્ષ્મીપુરા રોડ પર આદર્શ ડુપ્લેક્ષમાં 66 વર્ષના વલ્લભભાઈ પંચાલ રહે છે. બે વર્ષ અગાઉ તેમનો પરિચય માંજલપુર કંચનબાગ પાસે રહેતા સુરજનગરમાં રહેતા દિપક લલ્લુભાઇ મિસ્ત્રી સાથે થયો હતો. દિપક લલ્લુ મિસ્ત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોમાં મકાન અપાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.

વલ્લભભાઈ પાસે આવાસ યોજનાના મકાનનું ફોર્મ ભરાવી 13.24 લાખ પડાવ્યા હતા. તે આ નાણાં લીધાની પાવતી પણ આપતો હતો. બે વર્ષ વીતવા છતાં દીપક લલ્લુ મિસ્ત્રીએ વલ્લભભાઈને મકાન તો અપાવ્યું જ નહતું, પરંતુ રૂ.13.24 લાખ પણ પરત આપ્યા નહતા. વલ્લભભાઈએ ઉઘરાણી કરતા દિપક મિસ્ત્રીએ બેંકમાં નાણા ન હોવા છતાં ચેક આપ્યા હતા. જેના પગલે વલ્લભભાઈ પંચાલે દિપક મિસ્ત્રી સામે 13.24 લાખની ફરિયાદ નોંધાવી છે. દિપકે એક એનઆરઆઇ અને એક રિક્ષા ચાલક સાથે પણ ઠગાઈ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દિપક મિસ્ત્રી વિરુદ્ધ 2011માં પણ આ જ પ્રકારે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ આજે વધુ એક ફરિયાદ નોંધાતાં પોલીસે ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી લોકોને ઠગનાર દિપક મિસ્ત્રી વિરુદ્ધ અગાઉ છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે. ઠગ દીપક લીધેલા નાણાની ઉઘરાણી માટે ચેક આપતો હતો. જોકે ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક પરત થતા હતા. લોકો ઉઘરાણી માટે તેના નિવાસસ્થાને આવતા હતા, જેના કારણે દીપક 4 મહિનાથી તેના ઘરે નહી ગયો હોવાનું સામે આવ્યું છે. દીપકની ઠગાઈની સ્કીમનો મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દીપક કેવી રીતે છેતરપિંડી કરતો હતો ?
ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોમાં મકાન લેવા ઇચ્છતા લોકોને તે મકાન બતાવતો હતો. આવાસ યોજનાના મકાનના બેંકમાં રૂ. 100માં મળતા ફોર્મ લાવી તે ભરવા સહિતની પ્રક્રિયા કરતો હતો. મકાન લેવા ઇચ્છતા વ્યક્તિને ગમતું મકાન અપાવશે તેવો વિશ્વાસ અપાવી મોટી રકમ પડાવતો હતો. જો મકાન લેનાર ઉઘરાણી કરે તો ખાલી બેંક એકાઉન્ટના ચેક લખીને આપતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો