તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:26 નવેમ્બરે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગર જિલ્લો જોડાશે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના હોય શ્રમજીવીઓ માટે અનાજ-આર્થિક રાહતની માંગ
  • સરકારની જનતા, શ્રમજીવી, ખેડૂતો અને નાના વેપારી-ધંધાર્થી વિરોધી નીતિ સામે દેખાવો યોજાશે

સીટુ, ગુજરાત બેન્ક વર્કસ યુનિયન, ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયન, ઓલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસો., કિસાન સભા, જિલ્લા રીક્ષા ડ્રાઇવર સંઘ, જનવાદી મહિલા સમિતિ, કામદાર યુનિયન સહિતના શહેર અને જિલ્લાના 16 જેટલા સંગઠનોના પ્રતિનિધિઓના સંમેલનમાં સીટુ, ઇન્ટૂક સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા તા.26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનમાં ભાવનગર જિલ્લો જોડાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 સરકારની જનતા, શ્રમજીવી, ખેડૂતો, નાના વેપારીઓ અને ધંધાર્થીઓ વિરોધી નીતિ સામે ટ્રેડ યુનિયનોમાં રોષ વ્યાપ્યો છે. મઝદૂર કાયદા તથા ખેડૂત સુધારા પાછા ખેંચો, તમામ નાગરિકોને કોરોનાના કપરા કાળમાં રૂા.7,500 રોકડ આપો, વ્યક્તિ દીઠ 10 કિલો અનાજ આપો, 50 વર્ષે ફરજિયાત નિવૃત્તિ તથા મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય પાછો ખેંચો, રૂા.21 હજાર લઘુત્તમ વેતન તથા 10 હજાર લઘુત્તમ પેન્શન આપો જેવી માંગ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના તમામ બેન્ક, એલઆઇસી, આશા વર્કર, ફેસીલીટરો, આંગણવાડી કાર્યકરો, બી.એસ.એન.એલ., પોસ્ટ સહિતના અને ફેકટરીના કામદારો તેમજ ખેડૂતો પણ હડતાલના સમર્થનમાં જોડાશે. આ સંમેલનમાં અરૂણ મહેતા, જયેશભાઇ ઓઝા,પુનિતભાઇ ઓઝા, ભાવનાબહેન રાવલ, અશોક સોમપુરા, નલિનીબહેન જાડેજા વિગેરે આગેવાનો જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો