• Home
  • National
  • Bhaskar Ground Report: More than 20,000 schools open in Kashmir, markets are open daily including Srinagar's Lal Chowk

ગ્રાઉન્ડ રિપોર્ટ / કાશ્મીરની 20 હજારથી વધુ સ્કૂલોમાં રોનક પાછી ફરી રહી છે, શ્રીનગરના લાલચોક સહિત અનેક બજાર રોજ ખૂલી રહ્યાં છે

તસવીર શ્રીનગરના લાલચોકની છે, બુધવારે તે દિવસભર ખુલ્લો રહ્યો.
તસવીર શ્રીનગરના લાલચોકની છે, બુધવારે તે દિવસભર ખુલ્લો રહ્યો.

  • જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 108 દિવસ પૂરા થયા, ખીણમાં ઝડપથી જનજીવન સામાન્ય થઈ રહ્યું છે 
  • ખતરાની એડવાઈઝરી છતાં 58 દિવસમાં 4231 પર્યટકો પહોંચ્યાં
  • હોસ્પિટલ, કોર્ટ સહિત સરકારી ઓફિસોમાં લોકો કામ પર પહોંચી રહ્યા છે
  • સરકાર મુજબ ચાલુ વર્ષે 10મા અને 12માના 99.7 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Divyabhaskar.com

Nov 21, 2019, 06:22 AM IST
ઇશફાક ઉલ હસન, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 108 દિવસ થઈ ચૂક્યા છે. આ દરમિયાન કાશ્મીર ખીણમાં જનજીવન ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે. માર્ગો પર ગાડીઓ સામાન્ય દિવસોની જેમ દોડવા લાગી છે. 20 હજારથી વધુ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી પહેલાં જેવી સામાન્ય થઈ રહી છે. તંત્રએ વિદ્યાર્થીઓને કહ્યું કે તે યુનિફોર્મને બદલે સાદાં કપડામાં સ્કૂલે આવે. આતંકી ઘટનાઓથી સુરક્ષા માટે આ સાવચેતી રાખવામાં આવી રહી છે. સ્કૂલવાન સંચાલકો પણ વાલીઓને વિશ્વાસમાં લઈને કામ કરી રહ્યા છે. તે કહે છે કે ફરીવાર કામ કરીશું તો એક દોઢ મહિનામાં થયેલા નુકસાનની ભરપાઇ થઈ જશે. કાશ્મીરના શિક્ષણ વિદ્વાન બશીર અહેમદ અનુસાર વર્તમાન શિક્ષણ સત્રના 250માંથી 150 દિવસ વીતી ચૂક્યા છે. તેમાંથી 100 દિવસનું નુકસાન બદલાયેલી સ્થિતિને કારણે થયું છે. બીજી બાજુ મોટા ભાગનાં બજાર નિયમિત ખૂલી રહ્યાં છે.
હવે ખીણમાં પર્યટકોની સંખ્યા વધશે, દુકાનો પણ ફરીવાર ચાલશે
હવે શ્રીનગરનું પ્રસિદ્ધ લાલચોક બજાર પણ રોજ નિયમિત ખૂલી રહ્યું છે એટલું જ નહીં ફૂટપાથ પર પણ દુકાનો, ફેરિયા પથારા લગાવવા લાગ્યા છે. એક દુકાનદાર ગુલામ મોહમ્મદ કહે છે કે અમે ત્રણ ચાર મહિનાથી બેકાર બેઠા હતા. કાશ્મીરમાં 7 નવેમ્બરે શરૂઆતની હિમવર્ષાએ ફરી એ અહેસાસને જગાડ્યો કે હવે ખીણમાં પર્યટકોની સંખ્યા વધશે. તેનાથી દુકાનો પણ ફરીવાર ચાલશે. અમે કામે લાગી ગયા છીએ. સરકારે 2 ઓગસ્ટે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને પગલે એડવાઈઝરી જાહેર કરી હતી. તેમ છતાં 5 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી 4231 પર્યટકો કાશ્મીર પહોંચ્યા. તેમાં 928 વિદેશી હતા. પર્યટન વિભાગે તેની પુષ્ટી કરી હતી. સરકારે 10 ઓક્ટોબરે આ એડવાઈઝરી પાછી ખેંચી હતી.
પહેલગામ, ગુલમર્ગમાં સ્કેટિંગ અને આઈસ હોકી થશે
તંત્ર વિશેષ એડવેન્ચર ટુરિઝમ પેકેજ તૈયાર કરી રહ્યું છે. પર્યટન વિભાગના નિર્દેશક નિસાર અહેમદ વાણીએ કહ્યું કે ડિસેમ્બરથી પહેલગામ અને ગુલમર્ગમાં સ્કીઈંગ, સ્કેટિંગ અને આઈસ હોકીનું આયોજન થશે. કાશ્મીરના કલાકાર સ્નો સ્કલ્પચર બનાવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉદ્દેશ્ય એ છે કે ક્રિસમસ અને નવા વર્ષમાં કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા વધશે. દુનિયાભરથી આ યોજના પર સારી પ્રતિક્રિયા મળી રહી છે.
દેશભરમાં કાશ્મીરનો પ્રચાર, નુકસાનથી બહાર આવવા પ્રયાસ
પર્યટન વિભાગના નિર્દેશક નિસાર અહેમદ વાણીએ કહ્યું કે અમે કાશ્મીર ખીણને લઇને નકારાત્મક વિચારમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે માટે દેશભરમાં રોડ શો અને પ્રચાર કરીશું. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર તેની શરૂઆત થઈ ચૂકી છે. મેગેઝિન અને ટ્રેનોના માધ્યમથી પણ કાશ્મીરના પર્યટન સ્થળોનો પ્રચાર કરીશું.
બદલાયેલી સ્થિતિને લીધે કાશ્મીરમાં ઉદ્યોગ-વેપારને લગભગ 10 હજાર 56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શેખ આશિક અહેમદે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે અમે બધા આ નુકસાનથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યા છીએ.
X
તસવીર શ્રીનગરના લાલચોકની છે, બુધવારે તે દિવસભર ખુલ્લો રહ્યો.તસવીર શ્રીનગરના લાલચોકની છે, બુધવારે તે દિવસભર ખુલ્લો રહ્યો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી