તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Beneficiaries Of Morbi Awas Rushed To The Municipal Office As Drinking Water And Sanitation Facilities Were Not Available.

વિરોધ:પાણી, સફાઇ મુદ્દે મહિલાઓ વિફરી, મોરબી આવાસના લાભાર્થીઓ પીવાના પાણી અને સફાઇની સુવિધા ન મળતાં પાલિકા કચેરીએ ધસી ગયા

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરાકરણ ન આવતા મહિલાઓ ધરણાં પર બેઠી

રાજય સરકારની આવાસ યોજના માંથી બનેલા મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસમાં સુવિધા આપવામાં જાણે પાલિકાને પીવાનું પાણી આપવામાં પણ કસ્ટ પડ્તો હોય તેમ લાભાર્થીઓને મકાન મળ્યા બાદ પીવાનું પાણી આપવામાં આવ્યું નથી આ ઉપરાંત પાલિકા દ્વારા ભુગર્ભ ગટરની સફાઈ પણ કરવામાં ન આવતા ગંદકીનું સામ્રાજય છવાઈ ગયું છે. અનેક વખત લેખિત રજુઆત કરવા છતાં લોકોની રજૂઆત બહેરા કાને સંભળાતું નથી કે લેખિત અરજીઓ વાંચનમાં આવતી નથી. આ બાબતે આજે ફરીવાર સ્થાનિક મહિલાઓ રજુઆત કરવા પાલિકા કચરી પર આવી હતી જોકે તેઓની રજુઆત સાંભડનાર ન મળતા મહિલાઓએ કચેરી બહાર જ ધરણા પર બેસી ગઇ હતી. અને જ્યાં સુધી તેઓની સમસ્યાનું યોગ્ય સમાધાન નહિ આવે ત્યાં સુધી ઉભા ન થવાની જીદ પકડી હતી.

નિરાકરણ ન આવતા મહિલાઓ ધરણાં પર બેઠી
મોરબીમાં આવેલી મુખ્યમંમત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં લાભાર્થીઓ રજૂઆત કરવા માટે નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને રજૂઆત ન સાંભળતા આવાસની મહિલાઓ કચેરીમાં જ ધરણા પર બેસી ગઇ હતી અને સુવિધા મુદ્દે ખાતરી ન મળતે ત્યાં સુધી લડત આપવા જણાવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો