સાપ્તાહિક રાશિફળ / બેજાન દારૂવાલા પ્રમાણે, 31 મે સુધી મકર રાશિના જાતકોએ પોતાનામાં ધીરજનો ગુણ કેળવવો જોઇએ

Bejan Daruwala weekly rashifal of 25 May to 31 May, weekly horoscope
X
Bejan Daruwala weekly rashifal of 25 May to 31 May, weekly horoscope

  • ભારતના અર્થતંત્રને વેગ આપતાં કોઇ શુભ સમાચાર કે લક્ષણોના દર્શન થઇ શકે છે
  • ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ નવાઈ પમાડે તેવી જાહેરાત કરી શકે છે
  • બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની હરકતને લઇને ફરી સમાચારનું કેન્દ્ર બનશે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 10:49 AM IST

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ
આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. આપના કાર્ય સ્થળે આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વ્યસ્ત રહેવા માટે તૈયાર રહો. વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. લોકો આપનામાં વિશ્વાસ મૂકશે. પરિવાર, માતા-પિતા, શ્વસુર પક્ષનાં સગાં, મિત્રો અને ભાગીદારો પૂરતી જ આપની દુનિયા મર્યાદિત હશે.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે
આ સપ્તાહે આપ વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેશો. અચાનક જ આપનું નસીબ જાગે તેવી પણ શક્યતા છે – નાણાં, પ્રેમ અને આધ્યાત્મિકતા આપનાં દ્વાર ખખડાવશે. ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના ધ્યેય સાથે આપ જીવનને વધુ સ્પષ્ટતાથી જોઇ શકશો. સફળતા હાથવેંતમાં હોય તેમ જણાશે અને આપની આશાઓ પણ વધશે. કૃતજ્ઞતાની તીવ્ર લાગણી આપને આશીર્વાદ સમાન અનુભવાશે.

મિથુનઃ- 22 મેથી 22 જૂન
આપ ફરી પ્રવાસ માટે તૈયાર થશો અને તે ફરી આધ્યાત્મિક હોઇ શકે છે. તમારું સમાજજીવન ઘણું તંદુરસ્ત રહેશે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા અને જેમની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમનાં અત્યાર સુધી અપ્રસ્તુત પાસાંઓ ઉજાગર થતાં આપની નિકટતામાં ઓછપ વર્તાય. તમે આ અઠવાડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ તમે તમારી અંગત બાબતોમાં અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ
પ્રગતિ અનેક રીતે થતી હોય છે, પરંતુ ભૌતિક સફળતા સૌથી વધુ દૃશ્યમાન હોય છે. પ્રાર્થના, આધ્યાત્મિકતા અને ધ્યાનથી જ આપને સાચો સંતોષ મળી શકશે. આપના વ્યક્તિત્વના ઉદારતા અને કરુણાના ગુણમાં વૃદ્ધિ થાય. લોકો તમારા સ્વભાવના આ બદલાવની નોંધ લેશે. તમે પરિવારની દરકાર લેશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પ્રેમ ચાલકબળ રહેશે. આ સમયગાળો તમારા માટે આનંદની અવધિરૂપ બની રહેશે.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
આ નાણાકીય પ્રવૃત્તિનું સપ્તાહ છે. આપ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અથવા જૂના પ્રોજેક્ટને નવેસરથી શરૂ કરવા લોન કે ફંડ લેવાનું વિચારો તેવી શક્યતા છે. કામમાં નવીનતા એ આપનો દૃષ્ટિકોણ છે અને નવા સંબંધોમાં પણ આપ શિખરે પહોંચી શકશો. ફક્ત એટલી ખાતરી કરી લો કે આપનો દૃષ્ટિકોણ સાચો હોય અને તેમાં વિલાસિતાને બદલે આનંદ પ્રમુખ સ્થાને હોય. પ્રેમ, રોમાંચ, લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
છેવટે ફરી એક સપ્તાહ આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો. જો આપ અપરિણીત હશો તો જીવનમાં પ્રેમ આપની તરફ રૂખ કરે તેવી શક્યતા છે. આસપાસના વાતાવરણમાં ઘણો ઉત્સાહ હશે, જે સાહસ ખેડવા તૈયાર કરી શકે છે. આપ જીવનનો સંપૂર્ણ આનંદ લૂંટવા તૈયાર થઇ શકો છો. રમતગમત, સાહસ, ફુરસદ આ બધાને કારણે આ સપ્તાહ આનંદદાયક પુરવાર થાય તેવી શક્યતા છે. જોકે, સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરશો.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
આ સમય ભૌતિક ધ્યેયો માટે કામ કરવાનો તેમજ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે નવાં સાહસોમાં ઝંપલાવવાનો છે. આધ્યાત્મિક બાબતો જાણવાની ઇચ્છા વધુ દૃઢ બનશે. તે આપને ધાર્મિક વિધિઓ તથા ગૂઢ વિદ્યામાં ઊંડા ઊતરવા પ્રેરિત કરી શકે છે. પરિવારજનોની ચિંતા પણ મુખ્ય મુદ્દો બની રહેશે. આપ તેમને આર્થિક સુરક્ષા આપવાનો પ્રયત્ન કરશો. આપ સંપત્તિ હસ્તગત કરવાનું વિચારો તેવી પણ શક્યતા છે. આ સપ્તાહે ઘરમાં સ્વર્ગીય આનંદ અનુભવશો.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
આ સપ્તાહે આપ વ્યસ્ત રહેશો. આપના મનોવલણ પર અંકુશ રાખવો. આપે વધુ સચોટ બનવાની જરૂર છે. હિમશિલા જેવા કઠોર બની રહેવાથી પ્રગતિ નહીં થાય, આગળ વહેવા માટે પીગળવું પડશે. શરમ અને ગભરાટ દૂર કરવા માટે આ યોગ્ય સમય છે. આપની જાતને કોઇ શોખમાં પ્રવૃત્ત કરી શકો છો. તમારા દરેક સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. અલબત્ત, તમે જેમની સાથે વિશિષ્ટ રીતે જોડાયેલા નથી તેમના વિશે પણ તમે નિસ્બતપૂર્વક વિચારશો.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
આ સમયગાળામાં આપ આપના પરિવાર માટે વધુ પ્રતિબદ્ધ રહેશો. ઘરનું રિનોવેશન તેમાં કંઇક ઉમેરો, સુશોભન અને નવા ઘરનું બાંધકામ થવાની શક્યતા છે. આપ માનવતાવાદી છો તેથી આપ પ્રેમપૂર્વક કામ કરો છો. તેનાથી આપ લોકોને વધારે વશ કરી શકશો. આપ આપની માન્યતાઓ અને વલણમાં સુરક્ષિત હોવાથી બીજા માટે સહાયરૂપ છો. આ બાબત અન્ય લોકો સાથે સુમેળથી કામ કરવાની આપની ક્ષમતા વધારશે.

મકરઃ- 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
ધીરજ એક એવો ગુણ છે જેના વડે એક બાળક અને પુખ્ત ઉંમરની વ્યક્તિ વચ્ચેનો તફાવત પારખી શકાય છે. તેથી આ સમયગાળામાં ધીરજનો ગુણ કેળવવો. આપની વ્યક્તિગત કુશળતા અને વર્તણૂક સમાજને કેવી રીતે લાભ થશે તે પણ આપે શોધી કાઢવું જોઇએ. આ સમય ઉપકારનો બદલો વાળવાનો છે. કામના સ્થળે આપ અવલંબિત કે કોઇનાથી દબાયેલા તો નથી ને તેની ખાતરી કરો. આ સમયગાળામાં આપનામાં આપવાની વૃત્તિનાં વધુ દર્શન થશે.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
શંકાઓ અને નિરાશાનું સ્થાન હક અને ફરજો લઇ લેશે, જેને આપ સમાન ભાવે ઇચ્છતા હતા. આધ્યાત્મિક ફાયદાઓથી આ સમયગાળો વળતર અપાવનારો બની રહેશે. આ સમયે આપ સૌથી સારો દેખાવ કરી શકો તેવી સંભાવના છે. આપનાં બાળકો પણ આપની પ્રતિષ્ઠામાં વધારો કરશે. આપે માથે લીધેલાં કેટલાંક કામ હજુ અધૂરાં છે અને આપની આવક કરતાં જાવક વધે તેવી શક્યતા છે. આપનાં નાણાંનું મૂડીરોકાણ પણ થઈ શકે છે.

મીનઃ- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
આ સપ્તાહ નવી કલાઓ, વૈચારિક પ્રક્રિયા અને ટેક્નિકોનું છે. આપ અજાણ્યાં રહસ્યો પાછળ આકર્ષાશો. આપ આપના ધ્યેય તરફ આગળ વધો, પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. યાદ રાખો કે, આપની પ્રગતિ બીજાના ભોગે ન હોવી જોઇએ. આપના માટે નવા અને પ્રેરણાદાયી નોંધપાત્ર ફાયદાઓ સંગ્રહાયેલા છે. આ સમયગાળામાં નવા પ્રેમસંબંધો સ્થપાય તેવા પ્રબળ યોગો છે. આ અઠવાડિયે લોકો અને સંપર્કો તમારા માટે પ્રધાન જરૂરિયાતો ગણી શકાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી