મહાભારતની શીખ / કોઈની સાથે દોસ્તી કરતાં પહેલાં તેની ટેવો, પરિવાર અને કામધંધા જેવી 3 બાબત અચૂકપણે જાણી લેવી જોઈએ

Before making a friendship with someone, you should know three things like habits, family and work

ddivyabhaskar.com

May 13, 2019, 04:55 PM IST


> મહાભારત શીખવે છે કે સમજ્યાં-વિચાર્યાં વગર કોઈની સાથે દોસ્તી ન કરવી જોઈએ

> વનપર્વના એક શ્લોકમાં મિત્રતા માટે જરૂરી વાતો કહેવામાં આવી છે

ધર્મ ડેસ્ક- ધર્મગ્રંથોનો હેતુ માત્ર મનુષ્યોને માત્ર દેવી-દેવતાઓ વિશે જ્ઞાન આપવાનો જ નથી, પરંતુ માણસને તેના જીવન માટે જરૂરી તમામ વાતો સમજાવવાનો છે. ધર્મગ્રંથોનો પાઠ કરવો કે તેને સાંભળવાથી આપણને અનેક એવી જાણકારી મળી જાય છે, જે દરરોજ આપણા જીવનમાં કામ આવવાની હોય છે.

મહાભારતના વનપર્વમાં એવી જ ત્રણ વાતો વિશે કહેવામાં આવ્યું છે કે કોઈની સાથે મિત્રતા કરતાં પહેલાં આપણે કંઈ-કંઈ વાતો ધ્યાન રાખવી જોઈએ.

શ્લોક-

येषां त्रीण्यवदातानि विद्या योनिश्च कर्म च।
ते सेव्यास्तैः समास्या हि शास्त्रेभ्योपि गरीयसी।।

> મિત્રનું શિક્ષણ અને જ્ઞાન-

મહાભારતમાં જણાવ્યા પ્રમાણે કોઈની પણ સાથે દોસ્તી કે મિત્રતા કરતાં પહેલાં એ જરૂર જાણી લેવું જોઈએ કે તે વ્યક્તિનું જ્ઞાન કયા સ્તરનું છે. અનેક લોકોનું મન વાંચવા-વખવામાં નથી લાગતું હોતું. ફાલતૂમાં ફરવું, હસી-મજાક કરવા, બીજાનો મજાક ઉડાવવો વગેરે જ તેમનો સ્વભાવ હોય છે. એવા લોકોથી જેટલાં દૂર રહેવામાં આવે, એટલું જ સારું માનવામાં આવે છે. સારો અભ્યાસ ધરાવતો કે સારું જ્ઞાન ધરાવતો વ્યક્તિ જ પોતાના મિત્રોને ખોટાં રસ્તે જતાં રોકી શકે છે.

> મિત્રના પરિવાર કે પરિવારના લોકો વિશે જાણકારી-

જે મિત્રના પરિવારમાં દુષ્ટ, ચોર અને પાપી પ્રવૃત્તિના લોકો રહેતાં હોય, તેમની સાથે ભૂલથી પણ મિત્રતા ન કરવી જોઈએ. પછી ભલે માણસ પોતે ગમે એટલો સારો કેમ ન હોય, પરંતુ પોતાના પરિવારની ખરાબ ટેવો અને કામોનું પરિણામ તેને પણ સહન કરવું પડે છે. જે પ્રકારે ઘઉંની સાથે ધનેડું(જીવડું) પણ પીસાય છે, એ જ રીતે વિપત્તિઓ આવે ત્યારે એવી વ્યક્તિનો પરિવાર તેની સાથે-સાથે તમારા માટે પણ મુસીબતનું કારણ બની શકે છે. એટલા માટે કોઈની સાથે મિત્રતા કરતાં પહેલાં આ વાતની તપાસ જરૂર કરી લેવી જોઈએ.

> તેની ટેવો અને કામ-

માણસની ટેવો અને તેનો કામ-ધંધો અર્થાત્ કામ વિશે પણ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. જો કોઈની ખરાબ ટેવોને જાણ્યાં વગર જ કે તેને નજરઅંદાજ કરીને તમે કોઈની સાથે દોસ્તી કરી લેશો તો ક્યારેક ને ક્યારેક તેનું દુષ્પરિણામ તમને પણ સહન કરવું પડી શકે છે. બની શકે કે તેની ટેવો અને કામોને લીધે તમને પણ અપમાનિત થવું પડી શકે. એટલા માટે દોસ્તી કરતાં પહેલાં સામેવાળા માણસની ટેવો વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. તેમાં નશો કરવાની, ચોરી કરવાની, વધુ ગુસ્સો કરવા જેવી પણ ખરાબ ટેવો હોઈ શકે છે. એવા વ્યક્તિથી હંમેશાં અંતર રાખવું તે જ સારું રહે છે.

X
Before making a friendship with someone, you should know three things like habits, family and work
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી