તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Before Danteshwari Maa, There Were 10 Thousand Flames Of Mental Work, This Time Only 101 Flames Were Lit.

ગ્રાઉન્ડ રિપોર્ટ:દંતેશ્વરી મા સમક્ષ પહેલા 10 હજાર મનોકામના જ્યોત થતી, આ વખતે માત્ર 101 જ્યોત પ્રગટી

દંતેવાડા (છત્તીસગઢ)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 51 શક્તિપીઠોમાં સામેલ છત્તીસગઢના દંતેશ્વરી માતા મંદિરથી ખાસ અહેવાલ

છત્તીસગઢના દંતેવાડામાં આવેલું દંતેશ્વરી મંદિર 51 શક્તિપીઠોમાં સામેલ છે. અગાઉના વર્ષોમાં શારદીય નવરાત્રિ પર્વે અહીં 5 લાખથી વધારે ભક્તો ઉમટતા હતા. કોરોનાકાળમાં આ વખતે ભક્તોના પ્રવેશ પર રોક મુકવામાં આવી છે. મંદિરના મુખ્યદ્વારથી લઈને ગર્ભગૃહ સુધીના દ્વારા ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય માર્ગથી મંદિર સુધી પહોંચવા માટેના થ્રી લેયર દ્વાર પર મસમોટું તાળું મારી દેવાયું છે. અહીં સુરક્ષા દળો ચોવીસ કલાક પહેરો ભરે છે. આ ઉપરાંત મંદિર સુધી પહોંચી શકાય એવા અન્ય તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે આ વખતે સ્થાનિક તંત્ર દ્વારા મા દંતેશ્વરીના દર્શન ઑનલાઇન કરી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે.

ટેમ્પલ કમિટિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર દીપક સોનીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટે છે. કોરોનાના કારણે આ વખતે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પાબંદી મુકવામાં આવી છે. પણ લોકોની આસ્થાને ધ્યાને લેતા અમે ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે. મંદિરના પૂજારી પરમેશ્વર જિયાએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં પહેલીવાર આવી કડક વ્યવસ્થા રાખવી પડી છે. પૂર્વમાં મુખ્ય પટને ખોલવાનો નિર્ણય લેવાયો હતો. પણ ભીડ થવાની આશંકાને પગલે તેને બંધ રાખવો પડ્યો છે. ભક્તો દંતેશ્વરી માતાજીને ઑનલાઇન દાન આપી શકે છે એ માટે યુપીઆઇ આઇડી DANTESHWARITEMPLEDNT@SBI તથા વ્યવસ્થાપક, ટેમ્પલ એસ્ટેટ, દંતેવાડાના નામથી એસબીઆઇ ખાતા નંબર 37596357458 IFSC-SBI0000545 જારી કરવામાં આવ્યો છે.

દર્શન માટે મુખ્ય માર્ગ પર એલઇડી સ્ક્રીન મુકાયા

  • મંદિર સમિતિ તથા 10 પૂજારીઓએ મળીને 101 જ્યોત પ્રગટાવી હતી. દર વર્ષે મંદિરમાં અંદાજે 10 હજાર મનોકામના જ્યોત પ્રગટાવવામાં આવે છે.
  • મુખ્ય માર્ગ પાસે એલઇડી સ્ક્રીન પર માતાજીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • પહેલા નોરતે કડક સુરક્ષા વચ્ચે અંદાજે 100 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. મુખ્યદ્વારે માતાજીને નમન કરીને તેઓ પાછા
  • ફર્યા હતા.
  • અત્યારે મંદિરના પૂજારી, સેવાદાર તથા ટેમ્પલ કમિટિ સાથે સંકળાયેલા લોકો જ પૂજાવિધિમાં ભાગ લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો