અમદાવાદ / બ્યૂટી પાર્લર સંચાલક દંપતીએ UPથી સગીરાને લાવી દેહ વેપારમાં ધકેલી, કાકાએ છોડાવી

જાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી સગીરાને ધમકીઓ આપી હતી
જાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી સગીરાને ધમકીઓ આપી હતી

  • ડ્રિમ રાઈઝ કોમ્પ્લેક્ષમાં આવેલાં બ્યૂટી પાર્લરની મુલાકાતે આવતાં પુરૂષો સગીરાને હવસનો શિકાર બનાવતા
  • બ્યૂટી પાર્લર સંચાલક દંપતી દિનેશ-વર્ષાની ધરપકડ

Divyabhaskar.com

Jan 23, 2020, 04:14 PM IST

અમદાવાદ: ઉત્તરપ્રદેશનાં ઉન્નાવ નજીક આવેલાં ગામમાં રહેતાં પરીવારની 17 વર્ષીય સગીરાને દેહ વેપારમાં ધકેલવા બદલ સગીરાના કાકાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. શહેરના ઘાટલોડીયામાં રહેતાં પરીવારનાં દુરના સંબંધી દિનેશ તથા વર્ષા અમદાવાદ મોકલી હતી. આ દંપતીએ સગીરાને અમદાવાદ લાવી બ્યૂટી પાર્લરનાં નામે ગોરખધંધા ચલાવતાં દિનેશ અને વર્ષાએ તરુણીને પણ જબરદસ્તીથી દેહ વ્યાપારમાં ધકેલી હતી. ડ્રિમ રાઈઝ કોમ્પ્લેક્ષમાં આવેલાં બ્યૂટી પાર્લરની મુલાકાતે આવતાં પુરૂષો આ સગીરાને હવસનો શિકાર બનાવતા હતા. વ્હાલસોયી ભત્રીજી સાથે બનેલી આ ઘટનાથી ચોંકી ગયેલાં કાકાએ પોલીસને જાણ કરતાં જ સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સગીરાની ફરીયાદ લઈને દિનેશ-વર્ષાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

સરસપુર બેંક નજીકનાં એક એપાર્ટમેન્ટમાં પણ દેહવેપાર કરાવ્યો
આ અંગે પ્રાપ્ત થયેલી દિનેશ અને વર્ષાએ ઘાટલોડીયા, સુભાષ ચોકમાં આવેલી સરસપુર બેંક નજીકનાં એક એપાર્ટમેન્ટમાં પણ દેહવેપાર કરાવ્યો હતો. દંપતીએ જો આ વાત કોઈને પણ કહી તો જાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી સગીરાને ધમકીઓ આપી હતી. ડરી ગયેલી સગીરાએ ફોન ઉપર પોતાનાં કાકાને આપવીતી જણાવતા યુપીમાં તેનાં કુટુંબીજનો ચોંકી ઉઠ્યા હતાં અને તેનાં કાકા અન્ય કેટલાંક લોકો સાથે આવીને તરુણીને દિનેશ-વર્ષાની ચુંગાલમાંથી છોડાવી હતી.

X
જાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી સગીરાને ધમકીઓ આપી હતીજાનથી મારી નાંખવાની ધમકી તથા પોલીસ પણ પોતાનું કંઈ બગાડી નહીં શકે તેવી સગીરાને ધમકીઓ આપી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી