તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Borussia Dortmund Beat Hertha Berlin 5 2 In The Bundesliga, Finishing Second; Holland's Hat trick In 15 Minutes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટબોલ:બુંદેસલિગામાં બોરૂસિયા ડોર્ટમન્ડે હેર્થા બર્લિનને 5-2થી હરાવી, બીજા નંબરે પહોંચી; હાલેન્ડની 15 મિનિટમાં હેટ્રિક

બર્લિન5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષ પછી મોકોકો જર્મનીમાં રમનારો સૌથી યુવાન ખેલાડી
  • હાલેન્ડે 4 ગોલ ફટકાર્યા, તેના આ સિઝનમાં 17 મેચમાં 21 ગોલ

જર્મનીની ફૂટબોલ ક્લબ બોરૂસિયા ડોર્ટમન્ડની મેચ બે ખેલાડીના નામે રહી - 20 વર્ષનો અર્લિંગ બ્રાટ હાલેન્ડ અને 16 વર્ષનો યોસેફા મોકોકો. ઘરેલુ લીગ બુંદેસલિગામાં હેર્થા બર્લિન વિરુદ્ધ નોર્વેના હાલેન્ડે 15 મિનિટમાં પોતાની હેટ્રિક પૂરી કરી હતી. તેણે કુલ 4 ગોલ કર્યા. કેમરૂનમાં જન્મેલા મોકોકો જર્મનીમાં રમનારો સૌથી યુવાન ખેલાડી બન્યો હતો.

આ મેચમાં બોરૂસિયા ડોર્ટમન્ડે હેર્થા બર્લિનને 5-2થી હરાવી. હાલેન્ડે 47મી, 49મી, 62મી અને 79મી મિનિટમાં અને રાફેલ ગુઈરેરોએ 70મી મિનિટમાં ગોલ કર્યા. હાલેન્ડે આ સિઝનની 17 મેચમાં 21 ગોલ કર્યા છે. તેણે છેલ્લી 6 મેચમાં 10 ગોલ કર્યા છે.

ટોટેનહમની ટીમ ટોપ પર પહોંચી
ટોટેનહમ હોટ્સપરે ઘરેલુ મેદાન પર માન્ચેસ્ટર સિટીને 2-0થી હરાવી. સોન હ્યુંગ મિને પાંચમી અને જિયોવાની લો સેલ્સોએ 65મી મિનિટમાં ગોલ કર્યો. ટોટેનહમનો 9 મેચમાં છઠ્ઠો વિજય છે. ટીમ 20 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી છે. માન્ચેસ્ટર યુનાઈટેડે વેસ્ટ બ્રામવિચને 1-0થી હરાવી. બ્રૂનો ફર્નાન્ડેસે 56મી મિનિટે ગોલ કર્યો.

રોનાલ્ડોની ટીમ જીતી, મેસીની ટીમ હારી
સીરી એમાં યુવેન્ટસે કેગલિયારીને 2-0થી હરાવી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 38મી અને 42મી મિનિટમાં ગોલ કર્યો. લા લિગામાં લિયોનેલ મેસીની બાર્સિલોનાએ એટલેટિકો મેડ્રિડને 1-0થી હરાવી. યાનિક કરાસ્કોએ 45+ 3જી મિનિટમાં ગોલ કર્યો હતો. આ દરમિયાન રિયલ મેડ્રિડ અને વિલારિયલની મેચ 1-1થી ડ્રો રહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો