તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:બાવાલુણની દરગાહ હિંદુ-મુસ્લિમોના આસ્થાનું પ્રતિક

ડભોઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલેજ પાસે હલદરેવામાં સૂફીસંત સૈયદ બાવાલૂણની દરગાહ.
  • પાલેજ પાસે હલદરવા ગામે આવેલી દરગાહ 800 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે
  • સૈયદ બદરુદ્દીનએહમદ મોહમ્મદ ગરીબોની મદદ કરતા હલદરવામાં પહોંચતા તેઓનો મુકામ બની ગયો હતો

ભરૂચ જિલ્લાના પાલેજ પાસે હલદરવા ગામે 800 વર્ષ પૌરાણિક બાવાલુણ (રહે.અ) અને બાવા ગજ્જર (રહે.અ)ની દરગાહ આવેલ છે. જેનુ સમયાંતરે દરગાહ પર આસ્થાથી માથુ ટેકવતા અને મુરાદો પુરી થતા શ્રદ્ધાળુઓ દ્વારા સમારકામ કરાયુ છે. ભરુચ જિલ્લા, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી હીન્દુ-મુસ્લીમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામા દરગાહ પર દર્શનાર્થે આવતા હોય બાવાલુણની દરગાહ કૌમી એકતાનુ પ્રતિક બની રહેલ છે.પૌરાણિક સમયમા સુફીસંત સૈયદ નસરુદ્દીન હાજીબીન મોહમ્મદ ખતીબ (રહે.અ.) પોતાના પીરના આદેશ અનુસાર પોતાના ભાઇ સૈયદ બદરુદ્દીનએહમદ મોહમ્મદ ખતીબ સાથે અરબના સુદાનથી ગરીબ, યતિમ, દીનદુખીયા અને જરુરીયાતમંદ લોકોની સેવા માટે હી.સ.800 મા ભારતમા આવ્યા હતા. ત્યારે ભારતમા પગપાળા ગરીબોની ખીદમત કરતા હરતા ફરતા ભરૂચ જિલ્લાના હલદરવા ગામની સીમમા પહોંચયા હતા. ત્યા તેઓનો મુકામ બની ગયો હતો.

તેવામા એક દિવસ બળદગાડાઓમા ખાંડની ગુણો ભરીને વેપાર અર્થે જતા કેટલાક વેપારીઓ રાત્રીના હલદરવા ગામની સીમમાથી પસાર થતા હોય સુફીસંત સૈયદ નસરુદીન (રહે.અ.)નો ભેટો થયો હતો. ત્યારે ફકીરી વેશમા ફરતા હોય તેઓએ કટોરો ધરી વેપારી પાસે ખાંડની માંગણી કરી હતી. ત્યારે વેપારીએ આતો નમક છે. ખાંડ નથી. તેમ જણાવતા સુફીસંત સૈયદ નસરુદ્દીનએ સારુ ત્યારે નમક આપી દો. તેમ કહેતા વેપારીએ નાછુટકે ગુણમાથી કટોરામા ખાંડ નાખતા મીઠુ જ નિકળ્યુ હતુ. જેથી વેપારીએ વિમાસણમા મુકાયા હતા અને સમજુ વેપારીને આ કોઇ મામુલી ફકીર નથીનુ જ્ઞાન લાધ્યુ હતુ.

જેથી સૈયદ નસરુદ્દીન(રહે.અ.)ના કદમોમા પડી માફી માંગી હતી. ત્યારે ખાંડની તમામ બોરીઓ મીઠામા પરીવર્તીત થઈ ગયેલ હોય જેથી સુફીસંત સૈયદ નસરુદ્દીન (રહે.અ.)નું નામ બાવાલુણ (લુણ એટલે કે મીઠુ)ના નામે પ્રચલીત થઈ ગયુ હતુ. સમય જતા ફાની દુનિયા છોડી તેઓ પરદે થયા હતા. આજે પણ દુરદુરથી ઝેરી સાંપ, વિંછી જેવા સરીસુપોના ડંસથી પિડાતા લોકો બાવાલુણની દરગાહે આવી દોરાધાગા કરી માનતા લઈ સાજા થઈ જતા હોય તેઓની જીવંત કરામાત મૌજુદ છે. જેથીતો હીન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ માનતા માની શ્રદ્ધાથી માથુ ટેકવી પોતાની ટેક પુરી કર્યાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. આમ હલદરવા ગામે આવેલ સૈયદ બાવાલુણની દરગાહ હીન્દુ મુસ્લીમ આસ્થાનુ પ્રતિક બની જવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો