રાજકોટ / બરોડા એસ.ટી.ની ત્રીજી વોલ્વો આજથી શરૂ, રાજકોટથી ગાંધીનગર વચ્ચે એકપણ સીધી ST બસ નથી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ઓનલાઈન બુકિંગ પર મળશે 6 ટકા ડિસ્કાઉન્ટ

Divyabhaskar.com

May 18, 2019, 12:11 PM IST

રાજકોટ: એસ.ટી ડિવિઝન દ્વારા બરોડા રૂટ પર વધુ એક વોલ્વો સેવા આજથી શરૂ કરવામાં આવી છે. હાલ રાજકોટથી બરોડા બે વોલ્વો પૈકી એક સવારે 6.30 કલાકે અને બીજી બપોરે 3.30 કલાકની વોલ્વોને સારો પ્રતિસાદ મળતા એસ.ટી નિગમ દ્વારા યાત્રિકોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા આજથી વધુ એક વોલ્વો બપોરે 2 કલાકે શરૂ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચે અત્યાર સુધી એકપણ સીધી એસ.ટી બસ નથી. જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટથી બરોડાનું વોલ્વોનું ભાડું રૂ. 564 રખાયું
બરોડાની આ વોલ્વો રાજકોટથી બપોરે 2 વાગ્યે ઉપડીને રાત્રે 8 કલાકે બરોડા પહોંચશે. જયારે બરોડાથી પરત આવવામાં આ વોલ્વો બીજે દિવસે સવારે 7.30 કલાકે ઉપડીને બપોરે 1.15 કલાકે રાજકોટ પહોચશે. રાજકોટથી બરોડાનું વોલ્વોનું ભાડું રૂ. 564 રખાયું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા GSRTCની વેબસાઈટ પરથી કે મોબાઈલ એપથી આ વોલ્વોના ઓનલાઈન બુકિંગ પર 6 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. આ વોલ્વો રાજકોટથી ચોટીલા હાઈવે, લીંબડી, નડિયાદ, આણંદ થઇને બરોડા જશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી એસ.ટી બસ સ્ટેન્ડના વોલ્વો વેઈટિંગ રૂમ ખાતે પણ સવારે 6થી રાત્રિના 10 કલાક સુધી એડવાન્સ બુકિંગ કાઉન્ટર પણ શરુ કરાયું છે.

પરિવહન સેવાના અભાવથી મુસાફરોને મુશ્કેલી
રાજકોટથી અંતરિયાળ ગામડાંઓમાં પણ એસ.ટી બસ પહોંચે છે. પરંતુ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચે અત્યાર સુધી એકપણ સીધી એસ.ટી બસ નથી. તંત્રની મોટાભાગની વડી કચેરીઓ ગાંધીનગરમાં છે અને રાજકોટથી રોજ મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર જઈ રહ્યા છે પરંતુ અત્યાર સુધી એકપણ સીધી બસ નહીં હોવાને કારણે મુસાફરોને ઉપરથી આવતી બસો ઉપર આધાર રાખવો પડે છે અને એમાં પણ ઉપરના ડેપોમાંથી આવતી બસો હાઉસફૂલ આવે તો રાજકોટના મુસાફરોને ઊભા ઊભા યાત્રા કરવાનો વારો આવે છે. રોજ લોકો શિક્ષણ, કોર્ટ સહિતના કામો અર્થે ગાંધીનગર જતા હોય છે ત્યારે કમનસીબી છે કે ઘણા રૂટ પર વોલ્વો અને એ.સી સ્લીપર સહિતની બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે આજસુધી એકપણ સીધી બસ દોડતી નથી.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી