તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બારડોલીનું ગંદુ પાણી મીંઢોળામાં જતું અટકશે,16 કરોડનો 11.30 MLD પ્લાન્ટ જાન્યુઆરીના અંતમાં શરૂ થઈ જશે

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નગરના ગંદા પાણીને આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરાશે
  • રોજ 11,300 મીલિયન લીટર પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરી રિયુઝ કરાશે

બારડોલી નગરમાં નવાવર્ષની શરૂઆત સાથે 16 કરોડનો ખર્ચે 11.30 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જાન્યુઆરી 2021ના અંત સુધીમાં તૈયાર થઈ જતા પાલિકાને સુપ્રત કરાશે. આ પ્લાન્ટથી નગરનું ગંદુ પાણી મીંઢોળા નદીમાં જતું કાયમી અટકાવી શકાશે. હાલ સિવિલ કામ સો ટકા પૂર્ણ થઈ ગયું છે. મશીનરી ફિટ કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્લાન્ટ શરૂ થતાં ગંદુ પાણીનું પ્રોસેસ કર્યા બાદ નેવું ટકા પાણીનો ઉપયોગ પીવા સિવાય કરી શકાશે. આ પ્લાન્ટ થકી પાલિકાની આવકમાં પણ વધારો થશે.

બારડોલી નગરનું ગંદુ પાણી છેલ્લા ઘણા વર્ષોથી મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી પાણી પ્રદુષિત બને છે. પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે. પાલિકા વર્ષોથી આ જટિલ પ્રશ્નના ઉકેલ માટે અથાગ પ્રયત્નો કરવા છતાં સફળ બની શકી ન હતી. વર્ષ 2019માં નદીમાં છોડતું ગંદુ પાણીને કાયમી અટકાવવા અને આ વેસ્ટ જતું પાણીને શુદ્ધ બનાવી 90 ટકા ઉપયોગ લઈ શકાય એવો પ્લાન્ટ શરૂ કરવાનું નક્કી થયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 16,34,94,850 ના ખર્ચે 11.30 એમ એલ ડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માર્ચ 2019માં શરૂ કર્યો હતો.

જે 18 માસમાં સપ્ટેમ્બર 2020માં પૂર્ણ કરવાનો હતો. પરંતુ કોરોનામાં લોકડાઉનના કારણે કામ થોડું લંબાયું હતું. પરંતુ અનલોક થતા જ ફરી કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ થતાં જાન્યુઆરી 2021ના અંત સુધીમાં પ્લાન્ટ તૈયાર કરી પાલિકાને સોંપવામાં આવશે. રોજના 11300 મિલિયન લીટર ગંદુપાણીનું ટ્રીટમેન્ટ કરી શુદ્ધ બનાવશે, જે પીવા સિવાય બાકીના કામોમાં ઉપયોગ લઈ શકશે. નદીમાં થતી ગંદકી પણ અટકી જશે.

નગરનું ગંદુપાણી 5 પંપિંગ સ્ટેશનની મદદથી પ્લાન્ટ પર લાઈન થકી લઈ જવામાં આવશે. પહેલા ઇન્ટેક ચેમ્બરમાં આવશે. ત્યાંથી ફાઇન સ્કિન ચેમ્બરમાં જાળીમાં પ્લાસ્ટિક 0.6 એમ એમ કોથળીઓ બહાર નીકળી જશે, ત્યારબાદ ગ્રીટ ચેમ્બરમાં પ્રવેશ થશે. જ્યાં ગંદુ પાણીમાંથી કચરો, કાદવ, બેસી જશે. ત્યાર પછી પાણી SBR (સિકવેનસીએલ બેચ રીએક્ટર)માં થઈ સલ્જ સ્થિકથરમાં 3 કલાકની પ્રોસેસ થશે. આ પ્રોસેસમાં ગંદુ પાણીમાંથી બેકટેરિયા નાશ થશે, ગ્રાફર કચરો કાઢી નાખશે. પછી, આ પાણી ક્લોરીનેશન ટેન્કમાં ચોખ્ખું થશે.

પીવા સિવાયના કામોમાં રિયુઝ:સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી શુદ્ધ થયાં બાદ, આ પાણી ખેતીમાં ઉપયોગ કરી શકાય, ટોયલેટમાં ઉપયોગ કરી શકાય, ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગ થઈ શકે. માત્ર પીવામાં ઉપયોગ નહીં કરી શકાય.

વેસ્ટનો ખાતર તરીકે ઉપયોગ:સલ્જ સ્થિકથરમાં ગંદુ પાણીનો કચરો બેસી જાય છે. જે કચરો ખાતર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય. ખેડૂતને ખાતર વેચાણ કરી શકે.

90 ટકા પાણીની બચત થશે:નગરનું ગંદુપાણી પ્લાન્ટમાં રોજ 11300 મિનિયન લીટર પ્રોસેસ થઈ શુદ્ધ બનશે. અંદાજીત 90 ટકા પાણી ફરી વપરાશ કરી શકાય. જેથી પાલિકા ઇન્ડસ્ટ્રીલ ઉદ્યોગોને વેચાણ પણ કરી શકશે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરાયાં બાદ સમયે સમયે લેબમાં ચેક કરવામાં આવશે. ત્યારબાદ જ ચોખ્ખું પાણીનો ઉપયોગ કરી શકાશે.

હાલ મશીનરીનું ફિટિંગ શરૂ: જાન્યુઆરીના અંત સુધીમાં પ્લાન્ટનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. પ્લાન્ટમાં ચોખ્ખું થયેલ 90 ટકા પાણી ફરી વાપરી શકાશે. સિવિલ કામ પૂરું થયું છે. મશીનરી ફિટ કરવાનું કામ ચાલે છે. - અનિલ શાહુ, એન્જીનીયર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

પાણીમાં આટલું લેવલ મેન્ટેન હોવું જરૂરી
આલ્કલિનિટી - 540
ટી. હાર્ડનેસ - 454
ક્લોરાઈડ - 48
કેલ્શિયમ - 46
મેગ્નેશિયમ - 84
સલ્ફેટ - 31.21​​​​​​​
નિટ્રેટ -11.40
ક્લોરાઈડ- 0.83
ટર્બિલિટી - 0.85
પીએચ - 7.82
કલર - 0.59
કન્ડક્ટિવિટી - 1066
ટીડીએસ - 694


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો