• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli Accident incident, Three days after the funeral of brother and sister, father is not Found

બારડોલી અકસ્માત / ત્રણ દિવસે ભાઈ-બહેનની ભારે હૈયે અંતિમવિધિ, પિતાનો હજુ પણ પત્તો લાગ્યો નથી

નહેરમાંથી પાણી ઓછું કરી ફાયર વિભાગે 25 કિમી સુધી શોધખોળ કરી અને ઈનસેટમાં મૃતક ભાઈ-બહેનની ફાઈલ તસવીર
નહેરમાંથી પાણી ઓછું કરી ફાયર વિભાગે 25 કિમી સુધી શોધખોળ કરી અને ઈનસેટમાં મૃતક ભાઈ-બહેનની ફાઈલ તસવીર

  • સમાજના અગ્રણીઓની સમજવટ બાદ બંને બાળકોની અંતિમવિધિ કરાઈ
  • અંતિમયાત્રામાં બે બાળકો ગુમાવનાર માતાના આક્રંદથી શોકનો માહોલ

Divyabhaskar.com

Feb 19, 2020, 11:23 AM IST

સુરતઃ રવિવારે ઉવા ગામે કાકરપાર કેનાલમાં કાર ઉતરી જવાની ઘટનામાં પિતા પાણીમાં ખેંચાઈ જતાં લાપતા બન્યા હતાં. સતત 3 દિવસથી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લગ્યો નથી. જ્યારે કારમાં જ દીકરા-દીકરી ડૂબી જવાથી મોત થયા હતાં. ત્રણ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને મૂકી રાખ્યા બાદ બંને ભાઈ-બહેનની ભારે હૈયે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

ઘટના શું હતી?

બારડોલીના મઢી ગામે રહેતા શશીભાઇ ધનસુખભાઇ પરમાર પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. દીકરી ઉર્વી પરમાર(ઉ.વ.17) બારડોલીની જેએમ પટેલ હાઇસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેની રવિવારે સવારે પ્રોજેક્ટ પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી સવારે પિતા શશીભાઇ મૂકવા તૈયાર થયા હતા. દીકરો યશ પરમાર(ઉ.વ.14) મઢીમાં અંગ્રેજી મિડિયમમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય, રવિવારની રજા હોવાથી પોતે પણ બહેનને મૂકવા આવવા તૈયાર થઇ ગયો હતો. ઉર્વી પરમારને પરીક્ષા આપવાનો ઉત્સાહ અને યશ પરમારને બહેનને સ્કૂલમાં છોડવાનો આનંદ સાથે ઘરેથી કાર(GJ-19-BA-0715)માં નીકળ્યા હતા. જોકે, ઉવા ગામે કાકરાપાર મુખ્ય કેનાલના રસ્તા પરથી પસાર થતાં જ પિતાએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરના ખાબકી હતી. જોકે, પ્રથમ કારનો આગળનો ભાગ ડૂબ્યો હોય, પાછળનો ભાગ દેખાતો હતો. ત્યારે અંદરથી શશીભાઇ બે હાથ ઊંચા કરી બાદમાં માથું બહાર કાઢીને પોતાને તરતા આવડતું ન હોવાનું જણાવી મદદ માટે બૂમ મારી હતી. જોકે, થોડી ક્ષણમાં નહેરના ધસમસતા પાણીમાં ખેંચાઇ ડૂબી ગઇ હતી. ઘટના અંગે બારડોલી પોલીસ અને ફાયરની ટીમને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડૂબેલી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જેમાંથી માસૂમ ભાઇ-બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પિતા ઊંડા પાણીમાં ખેંચાઇ જતા લાપત્તા થયા હતાં. જેની હજુ સુધી શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી.

ભાઈ-બહેનની અંતિમક્રિયા કરાઈ

પિતાની ભાળ મળ્યા બાદ દીકરા દીકરીના અંતિમ સંસ્કાર કરવાનું પરિવારમાં નક્કી થયું હતું. જેથી બંને ભાઈ-બહેનનું પોસ્ટમોર્ટમ કરી સરદાર હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરમાં મૃતદેહ ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. જોકે, પિતાનો પત્તો નહીં લાગતાં આખરે સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ પરિવારે ભારે હૈયે ભાઈ-બહેનની અંતિમક્રિયા કરી હતી. અંતિમયાત્રામાં બે બાળકો ગુમાવનાર માતાના આક્રંદથી શોકનો માહોલ છવાયો હતો.

ફાયરની 3 ટીમે શોધખોળ કરી

રવિવારથી લપતા બનેલા શશીભાઈ પરમારની ફાયર વિભાગ સહિત સ્થાનિક વહીવટીતંત્રએ શોધખોળ શરૂ કરી હતી. સતત 3 દિવસથી મુખ્ય કેનાલમાં પાણી ઓછું કરી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી. બારડોલી, સુરત અને પલસાણાનું પીઈપીએલની ફાયરની 3 ટીમ અંદાજિત 25 કિમી સુધી શોધખોળ કરી હતી.

X
નહેરમાંથી પાણી ઓછું કરી ફાયર વિભાગે 25 કિમી સુધી શોધખોળ કરી અને ઈનસેટમાં મૃતક ભાઈ-બહેનની ફાઈલ તસવીરનહેરમાંથી પાણી ઓછું કરી ફાયર વિભાગે 25 કિમી સુધી શોધખોળ કરી અને ઈનસેટમાં મૃતક ભાઈ-બહેનની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી