• Home
  • Utility
  • banking ; sbi ; bank ; Children can also open bank account state bank of india

બેંકિંગ / બાળકનું પણ બેંક અકાઉન્ટ ખોલાવી શકાય છે, ATM કાર્ડ અને નેટ બેંકિંગ જેવી સુવિધાઓનો લાભ મળે છે

banking ; sbi ; bank ; Children can also open bank account state bank of india

Divyabhaskar.com

Feb 18, 2020, 12:52 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સગીર (18 વર્ષથી નાની ઉંમરના)ને પણ ‘પહેલા કદમ’ અને ‘પહેલી ઉડાન’ નામથી સેવિંગ અકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. ‘પહેલા કદમ’માં કોઇપણ ઉંમરના બાળકનાં નામથી અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. જો કે, 10 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય તો આ અકાઉન્ટ તેનાં માતા-પિતા અથવા ગાર્ડિયન સાથે જોઇન્ટ અકાઉન્ટ હશે. તેમજ, ‘પહેલી ઉડાન’માં 10 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર ધરાવતા બાળકો જેઓ સિગ્નેચર કરી શકતા હોય તેનાં નામ પર અકાઉન્ટ ખોલાવી શકાશે.

આ સુવિધાઓ મળશે

  • આ અકાઉન્ટ્સમાં ATM કમ ડેબિટ કાર્ડ સુવિધા આપવામાં આવે છે. કાર્ડ પર બાળકનો ફોટો પણ હોય છે.
  • ATM ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ATM મશીન અથવા પોઇન્ટ ઓફ સેલ (POS) પર એક દિવસમાં મહત્તમ 5,000 રૂપિયાનું જ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
  • આ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જોગવાઈ નથી. આ ખાતું ઝીરો બેલેન્સ પર પણ ખોલાવી શકાય છે. આ ખાતાંમાં કોઈ નિશ્ચિત સમય પર મહત્તમ 10 લાખ રૂપિયા જ રાખી શકાય છે.
  • આ અકાઉન્ટ્સ પર મળતું વ્યાજ સેવિંગ અકાઉન્ટ જેટલું જ હોય છે. તેમાં નોમિનીની સુવિધા પણ આપવામાં આવે છે.
  • આ અકાઉન્ટમાં ઓટો સ્વેપ ફેસિલિટી પણ આપવામાં આવી રહી છે. આ સુવિધા હેઠળ 20 હજાર રૂપિયાથી વધુ રકમ થાય તો તેની FD કરી દેવામાં આવશે.
  • આ અકાઉન્ટ્સમાં તમને ચેક બુક આપવામાં આવે છે. જો કે, આ માટે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.
  • તેમાં તમને લિમિટેડ ટ્રાન્ઝેક્શન લિમિટ સાથે ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગની સુવિધા પણ મળે છે.
  • ઇન્ટરનેટ બેંકિંગની મદદથી એક દિવસમાં મહત્તમ 5,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જ કરી શકાય છે.
  • ઇન્ટરનેટ બેંકિંગથી ટર્મ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે.
  • મોબાઇલ બેંકિંગની માધ્યમથી દિવસમાં મહત્તમ 2,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા જરૂરી
બંને પ્રકારના ખાતાં ખોલાવવા માટે બેંકને કેટલાક KYC ડોક્યૂમેન્ટ્સ આપવાના હોય છે. ‘પહેલા કદમ’ ખાતાંમાં બાળકના જન્મનું પ્રૂફ અને પિતાનું આધાર કાર્ડ અને પાન નંબર આપવાનો હોય છે. પાન ન હોય તો ફોર્મ 60 ભરવાનું રહેશે. તેમજ, ‘પહેલી ઉડાન’ સ્કીમમાં બાળકના જન્મના પ્રૂફ સાથે તેનું આધાર અને પાન કાર્ડ આપવું પડશે. જો પાન કાર્ડ ન હોય તો ફોર્મ 60 ભરવાનું રહેશે. આ ઉપરાંત, બંને ખાતાં સાથે એક ફોટો પણ આપવાનો રહેશે. આ અકાઉન્ટ્સ સાથે જોડાયેલી વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

X
banking ; sbi ; bank ; Children can also open bank account state bank of india

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી