• Home
  • Utility
  • Utility News
  • Banking New Year 2020 Updates: SBI Home Loan Interest Rate, Online NEFT Charges, SBI OTP ATM Transactions, No MDR charges on Payment Via RuPay UPI, Magnetic Strip Debits Cards

નવા વર્ષે નવા નિયમ / 1 જાન્યુઆરીથી હોમ લોન પર ઓછું વ્યાજ આપવું પડશે, મેગ્નેટિક સ્ટ્રિપવાળા જૂના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંધ થશે

Banking New Year 2020 Updates: SBI Home Loan Interest Rate, Online NEFT Charges, SBI OTP ATM Transactions, No MDR charges on Payment Via RuPay UPI, Magnetic Strip Debits Cards

Divyabhaskar.com

Dec 31, 2019, 04:35 PM IST

નવું વર્ષની શરૂઆતની સાથે જ લોકોના ખિસ્સા પર અસર નાંખનારા ઘણાં નિયમો લાગુ થવાના છે. પીએફ, વીમો, જ્વેલરી, ફાસ્ટટેગ, ઓનલાઇન ટ્રાન્ઝેકશનના નિયમ ટૂંકમાં વાંચો.

PF કર્મી જાતે ફાળો નક્કી કરી શકશે
એ કંપનીઓ પણ PFના દાયરામાં હશે, જ્યાં 10 કર્મી છે. કર્મચારી જાતે PFનો ફાળો નક્કી કરી શકશે. પેન્શન ફંડમાંથી સાથે ઉપાડ સંભવ થશે.

લોન રેપોરેટ સંબંધિત લોન 0.25% સસ્તી
SBIએ રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ 0.25% ઘટાડ્યો. નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે. કારણ કે તેમની રિસેટ ડેટ પણ 1 જાન્યુઆરી છે.

ATM OTP
SBIએ ATMમાંથી 10000થી વધુના ઉપાડ અંગે નિયમો બદલ્યા છે. રાત્રે 8થી સવારે 8 સુધી ઉપાડ માટે OTP જરૂરી થશે.

રૂપે-UPI ચાર્જ નહીં લાગે
50 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને MDR ચાર્ડના રૂપે કાર્ડ, UPI QR કોડ દ્વારા ચૂકવણીની સુવિધા આપશે.

જ્વેલરી હોલમાર્કિંગ હવે ફરજિયાત
સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત હશે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષની છૂટ રહેશે. જ્વેલરી પર હોલમાર્કિંગના નિયમ 2000થી લાગુ છે, પરંતુ હોલમાર્કિંગ ફરજિયાત નહતું. તેથી ભાવ પણ વધી શકે છે.

ડેબિટ કાર્ડ ચિપવાળા કાર્ડ જ ચાલશે
31 ડિસે. સુધી જુના ડેબિટ કાર્ડને ઇલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડથી બદલાવવા જરૂરી છે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં. તેમાં મેગ્નેટિક સ્ટ્રિપ બેકાર થઇ જશે, જેનાથી એટીએમ ગ્રાહકનો ડેટા ઓળખે છે.

પાન આધાર લિંક માટે 3 મહિના મળ્યા
31 ડિસેમ્બર સુધી પાનને આધાર સાથે લિંક કરવાનું જરૂરી હતું. તેથી 1 જાન્યુથી પાન કાર્ડ બેકાર થઇ જાત. પરંતુ હવે તેને માર્ચ 2020 સુધી સમય લંબાવાયો છે.

ફાસ્ટટેગ હવે જરૂરી, નહીંતર ડબલ ટોલ
15 જાન્યુઆરી પછી એનએચથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટટેગ ફરજિયાત હશે. 1 કરોડ ફાસ્ટેગ જારી થયા છે. તેના વિના ડબલ ટોલ ભરવાનું થશે.

X
Banking New Year 2020 Updates: SBI Home Loan Interest Rate, Online NEFT Charges, SBI OTP ATM Transactions, No MDR charges on Payment Via RuPay UPI, Magnetic Strip Debits Cards
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી