• Home
  • Utility
  • Bank of Baroda offers education loan at 8.4% interest rate, up to 80 lakh loan

એજ્યુકેશન લોન / બેંક ઓફ બરોડા 8.4 % વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે, 80 લાખ સુધીની લોન મળશે

Bank of Baroda offers education loan at 8.4% interest rate, up to 80 lakh loan

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 11:52 AM IST

યુટિલિટી ડેસ્ક. હાયર એજ્યુકેશનની ફી અફોર્ડ કરવી દરેક માટે શક્ય નથી. આવી સ્થિતિમાં તમે એજ્યુકેશન લોન લઈને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંક (SBI) અને ઈન્ડિયન બેંક સહિત ઘણી એવી બેંક છે જે દેશમાં અભ્યાસ કરવા માટે જ નહીં પરંતુ વિદેશના અભ્યાસ માટે પણ સસ્તા દરે એજ્યુકેશન લોન પ્રદાન કરે છે. બેંક ઓફ બરોડા અભ્યાસ માટે 80 લાખ સુધીની લોન આપે છે. જાણો કઈ બેંક કેટલા વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે.

તેમાં અભ્યાસ સંબંધિત તમામ ખર્ચ સામેલ હોય છે
વિદ્યાર્થીઓ અથવા તેમના માતા-પિતા બાળકોને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથના પ્રોફેશનલ કોર્સ માટે બેંકો પાસેથી એજ્યુકેશન લોન લઈ શકે છે. શરત એ છે કે શૈક્ષણિક સંસ્થાએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરલે હોવી જોઈએ. જે બેંકમાં તમારું પહેલાથી અકાઉન્ટ છે ત્યાંથી એજ્યુકેશન લોન લેવાનું સરળ છે. એજ્યુકેશન લોન અંતર્ગત કોલેજ, હોસ્ટેલ, લાઈબ્રેરી, અભ્યાસ માટે કમ્પ્યુટરની ખરીદીની સાથે ઈન્ટરનેશનલ એજ્યુકેશનના કિસ્સામાં આવવા-જવાનો ખર્ચનો પણ સામેલ કરવામાં આવે છે.

બેંક વ્યાજ દર (%) ભારતમાં અભ્યાસ માટે લોનની રકમ વિદેશ અભ્યાસ માટે લોનની રકમ IIT, IIM, ISB કોર્સ માટે લોનની રકમ સમયગાળો
SBI 8.85 થી 10.75 10 લાખ 40 લાખ 40 લાખ 10થી12 વર્ષ
એક્સિસ બેંક 13.70 થી15.20 75 લાખ 75 લાખ 75 લાખ 7 વર્ષ
IDBI 9.50 10 લાખ 10 લાખ 10 લાખ 10 થી 15 વર્ષ
કેનેરા બેંક

9.95 થી 10.70

10 લાખ

20 લાખ

20 લાખ 10 થી 15 વર્ષ
યૂકો બેંક 10.65 થી 11.00 10 લાખ 10 લાખ 10 લાખ 10 થી 15 વર્ષ
પંજાબ નેશનલ બેંક 8.45થી 11.05 10 લાખ 15 લાખ 15 લાખ 10 થી 15 વર્ષ
બેંક ઓફ બરોડા 8.60 થી 10.65 80 લાખ 80 લાખ

80 લાખ

10 થી 15 વર્ષ
સેન્ટ્રલ બેંક 8.40થી 10.40 10 લાખ 20 લાખ 20 લાખ 10 થી 15 વર્ષ

X
Bank of Baroda offers education loan at 8.4% interest rate, up to 80 lakh loan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી