• Home
  • Utility
  • Bank employees will go on strike on March 27 to protest bank merger, the bank will remain closed for three consecutive days.

હડતાલ / બેંક મર્જરના વિરોધમાં 27 માર્ચે બેંક કર્મીઓ હડતાલ પર ઉતરશે, સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે

Bank employees will go on strike on March 27 to protest bank merger, the bank will remain closed for three consecutive days.

  • 28મીએ ચોથો શનિવાર અને 29મીએ રવિવાર હોવાને કારણે સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 12:33 PM IST

યુટિલિટી ડેસ્ક. 10 બેંકોને મર્જ કરીને 4 મોટી બેંક બનાવવાની જાહેરાતથી નારાજ બેંકિંગ સેક્ટરના બે મોટા યુનિયન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશન (AIBOA)એ 27 માર્ચે હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે. 27 માર્ચે હડતાલ છે અને 28 માર્ચે ચોથો શનિવાર અને 29મીએ રવિવાર હોવાને કારણે સતત 3 દિવસ બેંક બંધ રહેશે.

ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે
સતત 3 દિવસ બેંક બંધ રહેવાને કારણે ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે. જો કે, ઈન્ટરનેટ બેંકિંગ ચાલુ રહેશે જેથી લોકોને હેરાન નહીં થવું પડે.

કઈ બેંકનું કઈ બેંકમાં મર્જ થશે
પંજાબ નેશનલ બેંક (PNB)માં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકનું મર્જર થશે. આ મર્જર બાદ બનનારી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક હશે. કેનેરા બેંકની સાથે સિન્ડિકેટ બેંક મર્જ થશે. મર્જર બાદ તે દેશની ચોથી સૌથી મોટી બેંક બનશે. યુનિયન બેંકનું આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક સાથે મર્જર થશે. મર્જર બાદ બનનારી તે દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકના મર્જર બાદ તે દેશની સાતમી સૌથી મોટી બેંક બની જશે.

X
Bank employees will go on strike on March 27 to protest bank merger, the bank will remain closed for three consecutive days.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી