ઇન્ટરેસ્ટિંગ / બેંગ્લોરના વકીલે તેમની નેનો કારના રૂફટોપ પર મીની ગાર્ડન બનાવ્યું

Bangalore lawyer built a mini garden on the rooftop of his nano car

  • સુરેશે 15 સ્કવેર ફૂટનું ગાર્ડન 7 દિવસમાં તૈયાર કર્યું
  • તેઓ દિવસની 5 મિનિટ ગાર્ડનની દેખભાળ પાછળ વિતાવે છે
  • ગાર્ડન માટે તેમને કુલ 3500 રૂપિયાનો ખર્ચ આવ્યો હતો

Divyabhaskar.com

Oct 09, 2019, 01:18 PM IST

બેંગ્લોર: કર્ણાટક હાઇકોર્ટમાં વકીલ કે સુરેશ જ્યારે તેમની નેનો કાર લઈને રસ્તા પર જાય છે ત્યારે સૌ કોઈ તેમના કામ સાઈડમાં મૂકીને આ નેનો કારને જોવે છે. સુરેશે પોતાની કાતના રૂફટોપ પર નાનકડું ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડન 15 સ્કવેર ફૂટનું છે કેને બનાવતા 1 અઠવાડિયાંનો સમય લાગ્યો હતો.

કાર પર ગાર્ડન બનાવવાના આઈડિયા વિશે સુરેશેકહ્યું કે, હાલ દેશમાં લીલોતરી પાછી લાવવા માટે અનેક લોકો તેમની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આ બાબતે મેં પણ યોગદાન આપવા માટે કારની છત પર ગાર્ડન બનાવી દીધું. મને પહેલાં મારો આ વિચાર ક્રેઝી લાગતો હતો પણ અત્યાર સુધી મને આ બાબતે પોઝિટિવ રિવ્યૂ જ મળ્યા છે.

સુરેશ પ્રજાસત્તાક દિવસને દિવસે ફ્લેવર શોમાં લિંગગપ્પાને મળ્યા હાટ જેની મદદથી તેમણે ડ્રિમ ગાર્ડન કાર બનાવી. સુરેશે નેનો કાર પર ગાર્ડન ફેબ્રુઆરી, 2018માં બનાવ્યું હતું, જે કારનો એક અમૂલ્ય ભાગ બની ગયું છે. આ ગાર્ડનને મેન્ટેન રાખવા માટે સુરેશ રોજ 5 મિનિટ કરતાં વધુ સમય આપે છે. બે મહિને એક વાર ગાર્ડનમાં ખાતર પણ નાખે છે. રૂફટોપ પર ગાર્ડન તૈયાર કરવામાં સુરેશને 3500 રૂપિયાનો ખર્ચો થયો હતો.

X
Bangalore lawyer built a mini garden on the rooftop of his nano car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી