તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bangalore Horse Wedding Photo Went Viral On Valentines Day, Users Wished Happy Marriage Life On Social Media

વેલેટાઇન્સ ડે પર ઘોડા-ઘોડીના લગ્ન કરાવ્યાનો ફોટો વાઇરલ થયો, સોશિયલ મીડિયા પર યુઝર્સે હેપી મેરિડ લાઈફ વિશ કર્યું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ લગ્ન પૂર્વ સામાજિક કાર્યકર્તા અને કન્નડ પાર્ટીના અધ્યક્ષ વટલ નાગરાજે કરાવ્યા છે
  • લગ્નમાં ઘોડાને ધોતી અને શર્ટ પહેરાવવામાં આવ્યો જ્યારે ઘોડી રાનીને મંગળસૂત્ર આપવામાં આવ્યું હતું

કર્ણાટક: કર્ણાટકની રાજધાની બેંગલુરુના કબન પાર્કમાં થયેલા ઘોડા-ઘોડીના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. રાજા નામના ઘોડના લગ્ન રાની નામની ઘોડી સાથે પારંપરિક રીતિરિવાજ સાથે કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નમાં ઘોડાને ધોતી અને શર્ટ પહેરાવવામાં આવ્યો હતો જ્યારે ઘોડી રાનીને મંગળસૂત્ર આપવામાં આવ્યું હતું.


આ અનોખા લગ્નના આયોજકોએ કેન્દ્ર સરકાર પાસેથી 1 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર પાસેથી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. આ રકમ લગ્નમાં સામેલ થનારા મહેમાનોનાં ભોજનના ખર્ચ માટે માગવામાં આવી હતી. જોકે સરકારે આ માગણી નકારી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ ઘોડા-ઘોડીના લગ્નનો ફોટો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.  


આ લગ્નના ફોટો જોઈને સોશિયલ મીડિયા પર યુઝર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝરે ‘નવયુગલ’ને હેપી મેરિડ લાઈફ વિશ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સે તેમની લાઈફ બરબાદ કરી હોવાની કોમેન્ટ કરી છે.

કન્નડ વટલ પાર્ટીના અધ્યક્ષ વટલ નાગરાજે કરાવ્યા લગ્ન
ઘોડા-ઘોડીના લગ્ન પૂર્વ સામાજિક કાર્યકર્તા અને કન્નડ પાર્ટીના વટલ અધ્યક્ષ વટલ નાગરાજે કરાવ્યા છે. છેલ્લા 2 વર્ષોથી વટલ નાગરાજ આ જ પ્રકારે વેલેન્ટાઈન્સ ડેના દિવસે અનોખા લગ્ન કરાવે છે. ગત વર્ષે તેમણે બકરા-બકરીના લગ્ન કરાવ્યા હતા. તેમનું નામ જેકબ અને કોરોલિન છે. નાગરાજે વેલેન્ટાઈન્સ ડેના વિરોધીઓને તેનો વિરોધ ન કરવાનો આગ્રહ કર્યો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો