પાકિસ્તાન / ફઝલના સંગઠન સાથે જોડાયેલા અન્સાર-ઉલ-ઇસ્લામ પર બૅન

ઇમરાન ખાનની ફાઇલ તસવીર
ઇમરાન ખાનની ફાઇલ તસવીર

  • આઝાદી માર્ચ પૂર્વે ઇમરાન સરકારની આક્રમકતા

Divyabhaskar.com

Oct 26, 2019, 03:49 AM IST
ઇસ્લામાબાદ/વોશિંગ્ટન: પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ફઝલ-ઉર-રહેમાનના નેતૃત્વ હેઠળની જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (જેયુઆઇ-એફ) સાથે જોડાયેલા સંગઠન અન્સાર-ઉલ-ઇસ્લામ પર પ્રતિબંધ લાદી દીધો છે. પાકિસ્તાનના આંતરિક મંત્રાલયે આ સંબંધમાં જાહેરનામું બહાર પાડી દીધું છે. તેમાં જણાવાયું છે કે આ સંગઠન એક સૈન્ય સંગઠન તરીકે કામ કરવા સક્ષમ છે. આ સંગઠન તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે તેણે ફઝલ-ઉર-રહેમાનને સેન્યની જેમ સલામી આપી હતી. તેના સભ્યો લાઠી કે સોટી રાખે છે અને જેયુઆઇ-એફના કાર્યક્રમોમાં સુરક્ષા સંભાળે છે. તેના સભ્યોની સંખ્યા અંગે પાક. સરકાર પાસે કોઇ માહિતી નથી. ઇમરાન સરકારે આર્મી ચીફ જનરલ બાજવાની ફઝલ-ઉર-રહેમાન સાથે મુલાકાત બાદ આ નિર્ણય લીધો છે.
અમેરિકામાં ગુલાલાઇના પિતા અંગે ચિંતા વ્યક્ત કરાઇ
અમેરિકાએ મહિલા પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર ગુલાલાઇ ઇસ્માઇલના પિતા મુહમ્મદ ઇસ્માઇલની નજરકેદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બ્યૂરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના કાર્યકારી સહાયક સચિવ એલિસ વેલ્સે કહ્યું કે અમારી પાક.ને અપીલ છે કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા, નાગરિક અધિકારોનો આદર કરે.
X
ઇમરાન ખાનની ફાઇલ તસવીરઇમરાન ખાનની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી