પ્રિપરેશન / ‘બાલા’માં ભૂમિ પેડનેકરને આલ્કોહોલ બેઝ્ડ મેકઅપથી શ્યામ રંગની બતાવવામાં આવી

bala bhumi pednekar make up was a alcohol based

Divyabhaskar.com

Oct 29, 2019, 06:36 PM IST

મુંબઈઃ અપકમિંગ ફિલ્મ ‘બાલા’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર તદ્દન અલગ લુકમાં જોવા મળે છે. આ લુકને ક્રિએટ કરવામાં પ્રોસ્થેટિક મેકઅપનો મહત્ત્વનો રોલ હતો. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને ટકલો બતાવવામાં આવ્યો હતો લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને પણ ડાર્ક સ્કિન ટોન લુક આપવામાં આવ્યો છે. આયુષ્માનના લુક માટે પ્રોસ્થેટિક તથા સ્કલ કેપની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. ભૂમિના લુક માટે મેકર્સે આલ્કોહોલ બેઝ્ડ મેકઅપની મદદ લીધી છે.

મેકઅપ દરમિયાન ભૂમિ સંગીત સાંભળતી
ફિલ્મમાં ભૂમિના પાત્રને શ્યામ રંગનું બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કલાકારોને શ્યામ રંગના બતાવવામાં વધુ સમય જતો નથી. કલર તથા ટચઅપથી કામ થઈ જાય છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ફિલ્મમાં મેકઅપની ટીમે ભૂમિના રંગ સાથે અનેક પ્રકારના એક્સપરિમેન્ટ કર્યાં હતાં. ભૂમિને મેકઅપ કરવામાં બેથી અઢી કલાકનો સમય થતો હતો અને આ સમય દરમિયાન તે સંગીત સાંભળતી હતી.

આ રીતે ભૂમિનો મેકઅપ કરવામાં આવતો
ચહેરા પર ડાર્ક રંગથી પેઈન્ટ કરવાને બદલે આલ્કોહોલ બેઝ્ડ મેકઅપ તૈયાર કરવામાં આવ્યો હતો, જે ભૂમિના ચહેરા પર ધીમે-ધીમે સ્પ્રે કરવામાં આવતો હતો. શૂટિંગ દરમિયાન અલગ-અલગ ટાઈમ ઈન્ટરવલમાં તેના મેકઅપનું લેયરિંગ કરવામાં આવતું હતું.

સ્કલ કેપ મદદગાર બની
ભૂમિ માટે મેકર્સે અલગ પ્રકારનો મેકઅપ યુઝ કર્યો તો આયુષ્માનને ટકલો બતાવવા માટે મેકર્સે સ્કલ કેપની મદદ લીધી હતી. મેકઅપ માટે આયુષ્માન સવારે ચાર વાગે ઉઠતો અને અઢીથી ત્રણ કલાક મેકઅપમાં જતા હતાં. આ ફિલ્મમાં મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિ શીલે ભૂમિનો મેકઅપ કર્યો હતો. પ્રીતિએ અક્ષય કુમારને ‘હાઉસફુલ 4’માં બાલાના ગેટઅપમાં તૈયાર કર્યો હતો.

X
bala bhumi pednekar make up was a alcohol based

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી