તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ઉમરગામમાં યુવકની હત્યા કરનારની જામીન અરજી રદ

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્ર સાથે મળી ચપ્પુથી હુમલો કરાયો હતો

ઉમરગામમાં ભાઇ સાથે તકરાર કરનારા યુવકના બંને હાથ પકડી તેના શરીરના ભાગે ચપ્પુથી અનેક ઘા કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો. ઉમરગામ જીઆઇડીસીના થર્ડ ફેસ સ્થિત જીવરાજ સવાજી શહાની કંપનીના મકાનમાં રહેતા ભજનારામ ભેરારામ વિષ્નોઇ ઉ.વ.32 ની કાકડીયા મોરા ખાતે રહેતા ભાવેશ રામુ દુબળાના ભાઇ ગણેશ સાથે 9 સપ્ટેમ્બર 2019ના રોજ બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખી ભાવેશ તેના મિત્ર પંકજ હળપતિ સાથે જીઆઇડીસીમાં ગયો હતો. જ્યાં ભજનારામ રસ્તા ઉપર મળી જતા પંકજે તેના બંને હાથ પકડી લીધા હતા. જ્યારે ભાવેશે ચપ્પુથી ભજનારામના છાતીના ભાગે અનેક ઘા કરી હત્યા કરીને બંને નાસી ગયા હતા.

આ કેસમાં આરોપી ભાવેશે વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદી સમક્ષ બીજી વાર રેગ્યુલર જામીન માટે અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી તેને નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ તેણે અગાઉ પણ જામીન માટે અરજી કરી હતી. જોકે, નજીવી બાબતે યુવક પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી દેતા તેની ગંભીરતા લઇ જામીન આપી દેતા તે ફરી વાર ગંભીર ગુનો કરે તેવી શક્યતાને લઇ જામીન ફગાવાયા હતાં.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો