વર્લ્ડ રેકોર્ડ / રેપર બાદશાહના નવા ગીત ‘પાગલ’નો વીડિયો યુ ટ્યુબ પર 24 કલાકમાં સૌથી વધુ વખત જોવાયેલ વીડિયો બન્યો

Badshah's Paagal video became the most watched video in 24 hours on YouTube

  • પોપ સોન્ગ ‘પાગલ’ને 24 કલાકમાં સાડા 7 કરોડથી પણ વધુ લોકોએ જોયો 
  • અગાઉ આ રેકોર્ડ કે-પોપ ગ્રુપ BTSના ‘Boy with luv’ વીડિયોના નામે હતો 

Divyabhaskar.com

Jul 12, 2019, 02:54 PM IST

બોલિવૂડ ડેસ્ક: રેપર બાદશાહે તેનું નવું સિંગલ ‘પાગલ’ યુ ટ્યુબ પર રિલીઝ કર્યું છે. તેના આ વીડિયોએ યુટ્યૂબ પર તરખાટ મચાવી દીધો છે. યુ ટ્યુબ પર 24 કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો હવે બાદશાહનો છે. તેણે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ અને સાઉથ કોરિયન ગ્રુપ BTSને પાછળ રાખી આ રેકોર્ડ બનાવ્યો છે. બાદશાહના સોન્ગ ‘પાગલ’ના વીડિયોને 24 કલાકમાં 75 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે એટલે કે 24 જ કલાકમાં સાડા 7 કરોડથી પણ વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

આગાઉ 24 કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો કે-પોપ ગ્રુપ BTSનો ‘Boy with luv’ વીડિયો હતો. તે વીડિયોના 24 કલાકના 74,600,000 વ્યૂ હતા. તે પહેલાં આ રેકોર્ડ ટેલર સ્વિફ્ટના ‘લૂક એટ વ્હોટ યુ મેડ મી’ વીડિયોના નામે હતો. બાદશાહ પહેલાં આ બે જ એવા આર્ટિસ્ટ હતા જેમના વીડિયોને 24 કલાકમાં 60 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હોય.

‘પાગલ’
બાદશાહના પોપ સોન્ગ ‘પાગલ’થી ‘પ્લેબોય’ મેગેઝીનની મોડેલ રોઝ રોમેરોએ બોલિવૂડ ડેબ્યુ કર્યું છે. આ વીડિયોનું શૂટિંગ લોસ એન્જલસમાં થયું હતું.

X
Badshah's Paagal video became the most watched video in 24 hours on YouTube
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી