તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બડોલીના છાત્રએ ગમે તે સમયના ચોઘડિયા જાણવા મલ્ટીપલ ટેબલ બનાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધો-12 માં ભણતા કુશ પ્રજાપતિને રોજેરોજના દિવસ-રાતના ચોઘડિયા મોઢે છે

હિમતનગરઃ ઇડર તાલુકાના બડોલી ગામના વતની અને ધોરણ 12 માં અભ્યાસ કરતા કુશ બેચરદાસ પ્રજાપતિને રોજેરોજના દિવસ રાતના તમામ ચોઘડિયા મોઢે છે. ચોઘડિયા જોવા માટે ચોઘડિયા કોષ્ટકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે દર દોઢ કલાકે ચોઘડિયા બદલાય છે. તેણે ગમે તે સમયના ચોઘડીયા જાણવા મલ્ટીપલ ટેબલ બનાવ્યુ છે. 
 
ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, અને રોગ એમ કુલ 7 ચોઘડિયાં હોય છે.  દિવસ અને રાત ના 8-8 ચોઘડિયા હોય છે. 6:00 થી 7:30 અને 4:30 થી 6:00નું ચોઘડિયા સમાન હોય છે. બડોલીના કુશ બેચરદાસ પ્રજાપતિએ ચોઘડિયા સરળ અને સરળતાથી જોઈ જાણી શકાય તે માટે એક મલ્ટીપલ ટેબલ બનાવ્યું છે. જેની મદદથી કોઈ પણ સમયના ચોઘડિયા તાત્કાલિક જાણી શકાય છે. દોઢ દોઢ કલાકના સમયની ગણતરી કરવાની જરૂર નથી. કુશ તેના પરિવાર, સગાસંબંધીઓ, મિત્રો, ગુરુજનો, સમાજ સર્વને તેના આ મલ્ટીપલ ચોઘડિયાં કો‌‍ષ્ટક થી માહિતગાર કરે છે અને ઝડપથી ચોઘડિયાં જોતા શિખવાડે છે.
 
 ઉદાહરણ તરીકે રવિવારે દિવસનું પહેલું ચોઘડિયું ઉદ્વેગ છે તો દિવસનું છેલ્લુ ચોઘડિયું પણ ઉદ્વેગ છે. તેવી રીતે રવિવારે રાતનું પહેલું ચોઘડિયું શુભ છે તો રાતનું છેલ્લુ ચોઘડિયું પણ શુભ છે. આવી રીતે દરરોજ દિવસ અને રાત બધા ચોઘડિયાં હોય છે. ઉપરાંત દિવસ અને રાતના 12:00 થી 1:30 દરમિયાનનુ ચોઘડિયું સમાન હોય છે. ઉદાહરણ તરીકે રવિવારે દિવસે 12:00 થી 1:30નું ચોઘડિયું કાળ છે તો રાત્રે પણ 12:00 થી 1:30નું ચોઘડિયું કાળ હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો